03 May, 2025 04:30 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
પહલગામ આતંકવાદી હુમલા બાદ કેન્દ્ર સરકાર સતત પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક મૂડમાં છે. કેન્દ્ર સરકારે ૩૦ એપ્રિલ સુધી પાકિસ્તાનીઓને પોતાના વતન પરત ફરવા કડક આદેશ આપ્યો હતો જેની સમયમર્યાદા પૂર્ણ થઈ હોવા છતાં ભારતમાં પાકિસ્તાનના નાગરિકો હાજર છે એને લઈને કેન્દ્ર સરકારે વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતાં સમયમર્યાદા આગામી આદેશ સુધી વધારી દીધી છે. પાકિસ્તાનીઓને પરત મોકલવા અટારી-વાઘા બૉર્ડર ખુલ્લી રાખવામાં આવી છે. સરકારની પ્રથમ ડેડલાઇન દરમ્યાન છેલ્લા છ દિવસમાં પંચાવન રાજદ્વારીઓ, આશ્રિતો અને સહાયક-કર્મચારીઓ સહિત ૭૮૬ પાકિસ્તાની નાગરિક અટારી-વાઘા બૉર્ડર પરથી પાકિસ્તાન પાછા ફર્યા હતા. પંજાબમાં આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ મારફત પાકિસ્તાનમાંથી ૧૪૬૫ ભારતીયો પાછા વતન ફર્યા હતા જેમાં પચીસ રાજદ્વારી અધિકારીઓ સામેલ છે. ભારતીય વીઝાધારક ૧૫૧ પાકિસ્તાની પણ ભારત પાછા ફર્યા છે.