Independence Day 2020: વડાપ્રધાને નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત કરી

15 August, 2020 10:52 AM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

Independence Day 2020: વડાપ્રધાને નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત કરી

74માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી ભાષણ આપી રહેલા વડાપ્રધાન

કોરોના કાળમાં આજે આપણો દેશ 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પરથી ધ્વજ ફરકાવ્યો હતો. વડાપ્રધાને તેમના 86 મિનીટના ભાષણાં આત્મનિર્ભર, આત્મનિર્ભર ભારત, કોરોના સંકટ, આતંકવાદ, રિફોર્મ,મધ્યમવર્ગ અને કાશ્મીરનો વિશેષ ઉલ્લેખ કર્યો. તેમણે આત્મનિર્ભર ભારત પર વધારે ભાર આપ્યો. સાથે જ વડાપ્રધાને નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત કરી છે.

ભારતવાસીઓને આઝાદીના પર્વ સ્વતંત્રતા દિવસની શુભેચ્છા આપતાં વડાપ્રધાને કહ્યું હતું કે, આજે જે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ માતા ભારતીના લાખા દીકરી-દીકરાઓનું ત્યાગ, બલિદાન અને સમર્પણ છે. આજે આઝાદીના વીરોને નમન કરવાનો પર્વ છે. આપણી સેના- અર્ધસૈન્ય દળોના જવાન, પોલીસના જવાન, સુરક્ષાદળો સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ભારત માતાની રક્ષામાં લાગેલા રહે છે. આજે તેમની સેવાને પણ નમન કરવાનો પર્વ છે. અરવિંદ ઘોષની આજે જયંતી છે. ક્રાંતિકારીથી આધ્યાત્મિક ઋષિ બન્યા. આજે તેમને પણ યાદ કરવાનો દિવસ છે.

રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી રહેલા વડાપ્રધાન મોદી

વડાપ્રધાને તેમના આજના ભાષણમાં કહેલી મુખ્ય વાતો અને જાહેરાતો પર એક નજર કરીએ:

કોરોના વચ્ચે 130 કરોડ ભારતીયોએ સંકલ્પ કર્યો આત્મનિર્ભર બનવાનો. આત્મનિર્ભર ભારત આજે 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયો છે.આ સપનાને સંકલ્પના બદલાતા જોઈ રહ્યા છીએ, જ્યારે હું આત્મનિર્ભરની વાત કરું છું, તો ઘણા લોકોએ સાંભળ્યુ હશે કે હવે 21 વર્ષના થઈ ગયા છે, હવે આત્મનિર્ભર બની જાવ. 20-21 વર્ષમાં પરિવાર તેમના બાળકોને આત્મનિર્ભર બનાવવાની અપેક્ષા કરે છે. આજે આઝાદીના આટલા વર્ષ પછી ભારત માટે પણ આત્મનિર્ભર બનવું જરૂરી છે.જે પરિવાર માટે જરૂરી છે,તે દેશ માટે પણ જરૂરી છે. ભારત આ સપનાને પુરુ પણ કરશે. મને આ દેશના સામર્થ્ય, પ્રતિભા પર ગર્વ છે.

કોરોના સંકટમાં આપણે જોયું કે, દુનિયામાં કેટલી મુશ્કેલીઓ આવી રહી છે. આ દેશમાં N-95 માસ્ક નહોતા બનતા, PPE કીટ નહોતી બનતી, વેન્ટીલેટર નહોતા બનતા, હવે બનવા લાગ્યા છે. આત્મનિર્ભર ભારત દુનિયાની કેવી રીતે મદદ કરી શકે છે, એ આજે આપણે જોઈ શકીએ છીએ. ઘણું બધુ થયું છે. આઝાદ ભારતની માનસિકતા શું હોવી જોઈએ. વોકલ ફોર લોકલ. સ્થાનિક ઉત્પાદનોનું ગૌરવ કરવું જોઈએ.આવું નહીં કરીએ તો તેમની હિંમત કેવી રીતે વધશે. આપણે મળીને સંકલ્પ લેવો જોઈએ કે 75 વર્ષની તરફ આગળ વધી રહ્યા છીએ તો વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવીશું.

કોરોના વાયરસ વેક્સિનની સ્થિતિ સ્પષ્ટ કરતા વડાપ્રધાને કહ્યું હતું કે, ભારતમાં કોરોના વેક્સિનનું ટેસ્ટિંગ અલગ અલગ તબક્કામાં છે. દરેક ભારતીય સુધી તે ટૂંક સમયમાં પહોંચાડવામાં આવશે. કોરોના વેક્સિન ક્યારે તૈયાર થશે તે એક મોટો સવાલ છે. આપણાં દેશના વૈજ્ઞાનિકો ઋષિ-મૂનિઓની જેમ આ કામમાં જોડાયેલા છે. તેઓ ખૂબ મહેનત કરી રહ્યા છે. ભારતમાં એક-બે નહીં, પરંતુ ત્રણ-ત્રણ વેક્સિન ટેસ્ટિંગના અલગ અલગ તબક્કામાં છે. જ્યારે વૈજ્ઞાનિકો તરફથી ગ્રીન સિગ્નલ મળશે ત્યારે તેનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે. તેની સંપૂર્ણ તૈયારીઓ છે. દરેક ભારતીય સુધી વેક્સિન ઓછામાં ઓછા સમયમાં પહોંચાડવામાં આવશે, તેનું માળખુ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે.

સ્વતંત્રતા દિવસના અવસરે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે અને તે છે, નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની જાહેરાત. આ મિશન અંતર્ગત દરેક ભારતીયને એક હેલ્થ આઈડી આપવામાં આવશે. આ હેલ્થ આઈડીમાં જે તે વ્યક્તિના સ્વાસ્થ્ય અંગેની તમામ માહિતી હશે. વ્યક્તિને કઈ બીમારી છે, તેણે કઈ દવા લીધી હતી, ક્યારે લીધી હતી, રિપોર્ટ શું હતો સહિતની તમામ માહિતી આ હેલ્થ આઈડીમાં હશે. હેલ્થ આઈડીને કારણે ડૉક્ટર સાથે મુલાકાત ક્યારે કરવાની છે, તે માટે ક્યારેક અપોઇન્ટમેન્ટ લેવાની છે સહિતનું કામ સરળતાથી થઈ શકશે.

આ સ્કીમ હેઠળ દેશના દરેક નાગરિકના હેલ્થનો ડેટા એક પ્લેટફોર્મ પર હશે. આ ઉપરાંત આધાર કાર્ડની જેમ જ દરેકનું હેલ્થ આઇડી કાર્ડ તૈયાર કરવામાં આવશે. આ ડેટામાં ડૉક્ટરની વિગતો સાથે દેશભરમાં સ્વાસ્થ્ય સેવાઓની જાણકારી ઉપલબ્ધ હશે. સરકારની 'વન નેશન વન હેલ્થ કાર્ડ' યોજના દ્વારા તમામને એક હેલ્થ કાર્ડ બનાવડાવું પડશે. તેનાથી થનારી ટ્રિટમેન્ટ અને ટેસ્ટની સમગ્ર જાણકારી આ કાર્ડમાં ડિજિટલી સેવ થશે. તેનો રેકોર્ડ રાખવામાં આવી શકશે. સૌથી વધુ ફાયદો એ હશે કે દેશમાં કોઈ પણ હૉસ્પિટલ કે ડૉક્ટરની પાસે જ્યારે સારવાર કરાવવા જશો તો સાથે આપને તમામ દસ્તાવેજ અને ટેસ્ટ રિપોર્ટ નહીં લઈ જવા પડે. ડૉક્ટર કોઈ પણ જગ્યાએ બેસીને આપના યૂનિક આઇડી દ્વારા તમામ મેડિકલ રેકોર્ડ જોઈ શકશે.

વ્યક્તિના મેડિકલ મેડિકલ ડેટા રાખવા માટે હૉસ્પિટલ, ક્લિનિક, ડૉક્ટર એક સેન્ટ્રલ સર્વરથી લિંક રહેશે. હૉસ્પિટલ અને નાગરિકો માટે હાલ તેમની મરજી પર નિર્ભર કરશે કે આ મિશન સાથે જોડાવવા માંગે છે કે નહીં. દરેક નાગરિકનો એક સિંગલ યૂનિક આઇડી જાહેર થશે. તેના આધારે લોગ ઈન થશે. નેશનલ ડિજિટલ હેલ્થ મિશનમાં મુખ્ય રીતે ચાર બાબતો પર ફોકસ કરવામાં આવ્યું છે. Health Card, વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડ, દેશભરના ડીજી ડૉક્ટરો અને સ્વાસ્થ્ય સુવિધાઓનું રજિસ્ટ્રેશન.

સ્વતંત્રતા દિવસના કાર્યક્રમમાં વડાપ્રધાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, મારા પ્યારા દેશવાસીઓ, આઝાદીના વીરોને યાદ કરીને નવી ઉર્જાનો આ સંકલ્પ છે. એક રીતે આપણા માટે આ નવી પ્રેરણા લઈને આવે છે. નવો ઉમંગ, નવો ઉત્સાહ લઈને આવે છે. આપણા માટે નવો સંકલ્પ કરવો જરૂરી પણ છે. આગામી વર્ષે આપણે 75માં વર્ષમાં પ્રવેશ કરીશું. આ પોતાનામાં જ એક મોટો અવસર છે. એટલા માટે આજે આવનારા બે વર્ષ માટે મોટા સંકલ્પ સાથે આપણે ચાલવાનું છે. આઝાદીના 75 વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરીશું અને 75 વર્ષ જ્યારે પુરા થશે, ત્યારે સંકલ્પોને પુરા કરીને તેની મહાપર્વ તરીકે ઉજવણી કરીશું.

national news india independence day narendra modi red fort new delhi