74 વર્ષની ઉંમરમાં મહિલાએ જોડિયા બાળકોને આપ્યો જન્મ

05 September, 2019 05:28 PM IST  |  અમરાવતી

74 વર્ષની ઉંમરમાં મહિલાએ જોડિયા બાળકોને આપ્યો જન્મ

74 વર્ષની ઉંમરમાં મહિલાએ જોડિયા બાળકોને આપ્યો જન્મ

પાંચ દાયકાઓથી વધુ સમય માટે રાહ જોયા બાદ આખરે આ મહિલાનું માતા બનવાનું સ્વપ્ન પૂર્ણ થયું છે. આંધ્ર પ્રદેશની આ મહિલાએ 74 વર્ષની ઉંમરમાં જોડિયા બાળકોને જન્મ આપ્યો છે. ડૉક્ટરોનું માનવું છે કે આ વિશ્વ વિક્રમ હોય શકે છે.

આ પહેલા આ રેકોર્ડ 2006માં સ્પેનની એક મહિલાના નામ પર છે, જે 66 વર્ષની ઉંમરમાં માતા બન્યા હતા. પૂર્વીય ગોદાવરી જિલ્લાના દ્રાક્ષરમમમાં ઈ મંગાયમ્માએ જોડિયા બાળકીઓને જન્મ આપ્યો. ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશનના માધ્યમથી ગુંટૂરની એક ખાનગી હૉસ્પિટલમાં આ જાદુઈ ઘટના બની. ગાયનેકોલોજિસ્ટ સનાક્કાયલા અરૂણાએ જણાવ્યું કે માતા અને બાળકી બંને ઠીક છે. મંગાયમ્માના લગ્ન 1962માં ઈ રાજારાવ સાથે થયા હતા.


કેટલાક સમય પહેલા તેમના એક પાડોશીએ 55 વર્ષની ઉંમરમાં આ પ્રક્રિયાથી બાળકને જન્મ આપ્યો હતો. ત્યારથી જ મંગાયમ્માના મનમાં આશાનું કિરણ જાગ્યું અને તેણે આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવવાનો નિર્ણય કર્યો. આ ક્રમમાં તેણે ગયા મહિને નવેમ્બરમાં ગુંટૂરમાં ડૉક્ટર અરૂણાનો સંપર્ક કર્યો જે પહેલા ચંદ્રબાબૂ કેબિનેટમાં સ્વાસ્થ્ય મંત્રી રહી ચુક્યા છે.

આ પ્રક્રિયાના માધ્યમથી મંગાયમ્મા જાન્યુઆરીમાં ગર્ભવતી થઈ. તેમની ઉંમરને જોતા તેમને 9 મહિના હૉસ્પિટલમાં જ રાખવામાં આવ્યા. આ દરમિયાન ડૉક્ટરોએ તેની સારસંભાળ રાખી. ડૉ. અરૂણાએ જણાવ્યું કે, તેમને ડાયાબીટિસ કે બ્લડ પ્રેશર જેવી કોઈ બીમારી નથી, એટલે તેઓ સ્વસ્થ રહ્યા. કારણ કે તેઓ 74 વર્ષના છે એટલે અમે સર્જરી કરીને બાળકની ડિલીવરી કરાવી.

આ પણ જુઓઃ Monal Gajjar: જાણો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવાની 'સુપ્રિયા'ને..

આ પહેલા પણ 2009માં ગુંટૂર જિલ્લામાં આવો મામલો સામે આવ્યો હતો. 56 વર્ષની મહિલા એક કોટમ્માએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. વર્ષ 2016માં પંજાબની 70 વર્ષની દલજિંદર કૌરે બાળકને જન્મ આપ્યો હતો. હરિયાણાના એક ફર્ટિલીટી ક્લિનિકમાં બે વર્ષ સુધી તેમનો ઈલાજ કરવામાં આવ્યો હતો.

andhra pradesh national news