ઉત્તર પ્રદેશમા વૃદ્ધ પુરુષ સાથે મારામારી, પેશાબ પીવા મજબૂર કરાતા ખળભળાટ

14 October, 2020 11:39 AM IST  |  Lalitpur | Agency

ઉત્તર પ્રદેશમા વૃદ્ધ પુરુષ સાથે મારામારી, પેશાબ પીવા મજબૂર કરાતા ખળભળાટ

ઉત્તર પ્રદેશમાં વૃદ્ધ પુરુષ સાથે મારામારી

ઉત્તર પ્રદેશના લલિતપુરમાં હવે એક દલિત વૃદ્ધ અને તેના પુત્રને માર મારવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. તેમને બળજબરીથી પેશાબ પીવા માટે દબાણ કરવામાં આવ્યું હોવાનો શરમજનક કિસ્સો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ૬૫ વર્ષના દલિત વૃદ્ધને સોમવારે રાત્રે એક વ્યક્તિએ કથિત રીતે માર માર્યો હતો અને પેશાબ પીવાની ફરજ પાડી હતી. વૃદ્ધ પુરુષનો આરોપ છે કે તેણે ગયા સપ્તાહે આરોપીઓ વિરુદ્ધ પોલીસ રિપોર્ટ નોંધાવ્યો હતો, જેને પાછો ખેંચી લેવા માટે તેમને ઢોર માર માર્યો હતો.

રોડા ગામના રહેવાસી ૬૫ વર્ષના અમરનો દાવો છે કે સોનુ યાદવ નામના શખ્સે તેમને કપમાં ભરીને તેનું પેશાબ પીવા માટે દબાણ કર્યું હતું. આ બાબતની ફરિયાદ પણ થઈ હતી.

uttar pradesh national news