બિહારમાં ધોળા દિવસે ૫૫ કિલો સોનાની લૂંટથી ખળભળાટ

24 November, 2019 01:12 PM IST  |  Mumbai Desk

બિહારમાં ધોળા દિવસે ૫૫ કિલો સોનાની લૂંટથી ખળભળાટ

બિહારના હાજીપુર શહેરમાં ધોળે દિવસે મોટી લૂંટની ઘટના બની છે. આ ઘટનામાં અપરાધીઓએ લગભગ ૫૫ કિલો સોનાની લૂંટ કરી છે. આ ઘટનાને અંજામ આપ્યા પછી તમામ અપરાધીઓ ફરાર થઈ ગયા છે. આ લૂંટાયેલા સોનાની કિંમત લગભગ ૨૦ કરોડ રૂપિયા જેટલી છે. મળતી માહિતી પ્રમાણે આ લૂંટ કરવા માટે આઠ જેટલા હથિયારધારીઓ આવ્યા હતા. 

આ અપરાધીઓએ મુથૂટ ફાઇનૅન્સના કર્મચારીઓને બંધક બનાવ્યા અને કરોડો રૂપિયાનું સોનું લૂંટીને ફરાર થઈ ગયા. આ લૂંટનો પ્રતિકાર કરનારા ગાર્ડ અને કર્મચારીઓને માર મારવામાં આવ્યો છે. પ્રભારી એસપીએ માહિતી આપી કે લગભગ ૫૫ કિલો સોનાની લૂંટ થઈ છે. બાઇક પર આવેલા અપરાધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો છે. ઘટના પછી પ્રભારી એસપી મૃત્યુંજય કુમાર ઘટનાસ્થળે પહોંચ્યા અને મામલાની તપાસ કરી રહ્યા છે. આ ઘટના નગર થાનાના સિનેમા રોડની છે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

ઘટનાસ્થળ પર પ્રભારી એસપી મૃત્યુંજય કુમાર સિવાય સદર ડીએસપી રાઘવ દયાલ, મહનાર ડીએસપી તેમ જ સદર થાણાના પદાધિકારી પહોંચ્યા હતા. હાલમાં જિલ્લાની સીમા સિલ કરીને વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય સોનપુર જનારા તમામ બાઇકચાલકોની ઝડતી પણ લેવાઈ રહી છે.

bihar Crime News