દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 524 લોકોએ જીવ ગુમાવ્યા

26 November, 2020 02:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 524 લોકોએ જીવ ગુમાવ્યા

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 પૉઝિટિવના 44,489 નવા કેસ સામે આવ્યા છે, તેમ જ 524 લોકોએ જીવ ગુમાવ્યો છે. 36,367 લોકો રિકવર થયા હોવા છતાં એક્ટિવ કેસમાં 7,598નો વધારો થયો છે. આમ દેશમાં કુલ કેસની સંખ્યા 92.6 લાખ પહોંચી છે અને કુલ મૃત્યુઆંક 1,35,223 છે.

નવેમ્બર મહિનામાં એક સકારાત્મક બાબત એ જોઈ શકીએ કે દૈનિક કેસની સંખ્યા 45,000ની આસપાસ જ વધી રહી છે. પહેલી ડિસેમ્બરથી ગૃહ મંત્રાલયે જે નવી ગાઈડલાઈન્સ ઈશ્યૂ કરી છે તેનાથી દૈનિક કેસમાં થતા વધારા ઉપર નિયંત્રણ આવશે એવી આશા છે.

આ પણ વાંચોઃ નાઈટ કર્ફ્યૂ લાદી શકાશે પણ લૉકડાઉન માટે કેન્દ્રની મંજૂરી જરૂરી

મુંબઈમાં 1144 નવા કેસ સામે આવ્યા છે તેમ જ 17 દર્દીઓનું નિધન પણ કોરોનાને લીધે થયુ છે. કુલ કેસની સંખ્યા શહેરમાં વધીને 2,78,598 થઈ છે. જ્યારે મૃત્યુઆંક 10,725એ પહોંચ્યો છે.

આ પણ વાંચોઃ કેન્દ્રએ જાહેર કરી કોરોના અંગે નવી ગાઈડલાઈન

સંપૂર્ણ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કુલ 6,159 કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા 17,95,959 થઈ છે. તેમ જ 65 લોકોએ પોતાનો જીવ ગુમાવતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક 46,748 થઈ છે. જોકે 4,844 લોકો રિકવર પણ થતા આ મહામારીથી રિકવર થનારા દર્દીઓની સંખ્યા પણ વધીને 16,63,723 થઈ છે.

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલા કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1540 કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 201949 ઉપર પહોચ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1283 ઉપર પહોચી છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 183756 ઉપર પહોચી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 14287 ઉપર પહોચી છે.

national news coronavirus covid19