દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 3 કરોડને પાર, હાલ 6 લાખ સક્રિય કેસ

23 June, 2021 10:53 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

દેશમાં કુલ કોરોનાના કેસોની સંખ્યા 3 કરોડને પાર પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 50 હજાર કરતાં વધારે કોરોનાના કેસ સામે આવ્યાં છે.

તસવીરઃ સૌજન્ય PTI

ભારતમાં કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઓછુ થઈ રહ્યું છે. કોરોનાના કેસોમાં અને મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે.  છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના નવા  60 હજાર કરતાં પણ ઓછા કેસો સામે આવ્યાં છે. જ્યારે આ દરમિયાન 1358  દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. 


કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 50, 848 કેસો નોંધાયા છે. આ દરમિયાન 1358 લોકોએ કોરોનાને કારણે પોતાના જીવ ગુમાવ્યાં છે. જોકે બીજી બાજુ છેલ્લા 24 કલાકમાં 68,871 કોરોનાના દર્દીઓ કોરોના સામેની જંગ જીતી સ્વસ્થ થયા છે. 
આ સાથે જ રિકવરી દર 96.56 ટકા થયો છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાથી સંક્રમિત થનાર લોકોની સંખ્યા  3 કરોડને પાર પહોંચી છે. હાલ ભારતમાં  6 લાખ 43 હજાર એક્ટિવ કેસ છે. 

 23 જુનના રોજ કોરોનાના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા:  50, 848
છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 68,871
છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ:1358
અત્યાર સુધીમાં કુલ કેસ: 3 3,00,28,709 
અત્યાર સુધીમાં કુલ સાજા થયેલા કેસ : 2,89,94,855  
અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 3.90 લાખ  

અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તે છેલ્લા 24 કલાકમાં કેરલમાં 12,617, મહારાષ્ટ્રમાં 8470, તમિલનાડુમાં 6895, આંધ્રપ્રદેશમાં 4169 અને કર્ણાટકમાં 3709 કોરોનાના નવા કેસો નોંધાયા છે. 

national news coronavirus covid19