પ્રેગ્નેન્ટ મહિલાનું પેટ તેના પતિએ ફાડ્યું, કારણ હતું આ...

20 September, 2020 08:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પ્રેગ્નેન્ટ મહિલાનું પેટ તેના પતિએ ફાડ્યું, કારણ હતું આ...

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના બદાયું જીલ્લામાં એક વિચિત્ર ઘટના બની છે. આ જીલ્લામાં પાંચ દિકરીના પિતાએ પોતાની પ્રેગ્નેન્ટ પત્નીનું પેટ ફાડી નાખ્યું હતું.

નેકપુર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં પન્નાલાલ નામના એક વ્યક્તિએ એક ધારદાર હથિયારથી પોતાની પત્નીનું પેટ ફાડી નાખ્યું કારણ કે તેને ચેક કરવું હતું કે તેની પત્નીના બેટમાં છોકરો છે કે છોકરી.

આ ઘટના શનિવારની છે. પોલીસ ઈન્સ્પેક્ટર પ્રવીણ સિંહ ચૌહાણે કહ્યું કે, આ કેસમાં હજી તપાસ ચાલુ છે. પન્નાલાલની ધરપકડ કરવામાં આવી છે. તેની પત્નીની હાલત ગંભીર છે. તેને બરેલી હૉસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. પન્નાલાલથી પહેલાથી જ પાંચ દિકરી હોવાથી તેને દિકરાને જન્મ આપવો હતો. આ જાણવા માટે જ તેણે પેટ ફાડી નાખ્યું હતું.

આ મહિલા છ-સાત મહિનાથી પ્રેગ્નેન્ટ છે.

uttar pradesh Crime News national news