મૉબ લિન્ચિંગઃ ફિલ્મજગતની 49 જેટલી હસ્તીઓએ વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો

25 July, 2019 08:01 AM IST  |  નવી દિલ્હી

મૉબ લિન્ચિંગઃ ફિલ્મજગતની 49 જેટલી હસ્તીઓએ વડા પ્રધાન મોદીને પત્ર લખ્યો

પીએમ નરેન્દ્ર મોદી

મૉબ લિચિંગની વધતી ઘટનાઓ વચ્ચે ફિલ્મજગતની ૪૯ હસ્તીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં દેશમાં ભીડ દ્વારા લિચિંગના વધતા ચલણ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. વડા પ્રધાન મોદીને લખેલા પત્રમાં મણિરત્નમ, અદૂર ગોપાલકૃષ્ણન, રામચંદ્ર ગુહા, અનુરાગ કશ્યપ જેવી હસ્તીઓના હસ્તાક્ષર છે. તેમણે પીએમ મોદીને એક એવો માહોલ બનાવવાની માગ કરી છે. જ્યાં અસહમતીને નકારી શકાય નહીં. આ હસ્તીઓએ કહ્યું કે અસહમતી દેશને વધુ તાકતવર બનાવે છે.

આ પત્રમાં લખ્યું છે કે અમારું બંધારણ ભારતને એક સૅક્યુલર ગણતંત્ર જણાવે છે જ્યાં દરેક ધર્મ, જૂથ, લિંગ, જાતિના લોકોના બરાબર અધિકાર છે.

આ પત્રમાં માગ કરવામાં આવી છે કે મુસલમાનો, દલિતો અને બીજા લઘુમતીઓની લિન્ચિંગ તાત્કાલિક રોકવામાં આવે. પત્રમાં નૅશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યુરોના આંકડાના આધારે કહેવામાં આવ્યું છે કે ૧ જાન્યુઆરી ૨૦૦૯થી લઈને ૨૯ ઑક્ટોબર ૨૦૧૮ વચ્ચે ધર્મની ઓળખ પર આધારિત ૨૫૪ કેસ નોંધાયા, આ દરમ્યાન ૯૧ લોકોની હત્યા થઈ અને ૫૭૯ લોકો ઈજાગ્રસ્ત થયા.

આ પણ વાંચો : ભારતના આ કેફેમાં જમવાના બદલામાં આપવો પડશે કચરો !!!

પત્ર અનુસાર મુસલમાન જે ભારતની આબાદીના ૧૪ ટકા છે તે એવા ૬૨ ટકા ગુનાનો શિકાર બન્યા જ્યારે ક્રિશ્ચિયન, જેમનો આબાદીમાં ૨ ટકા ભાગ છે તે એવા ૧૪ ટકા ગુનાના શિકાર થયા. પત્રમાં કહેવામાં આવ્યું છે કે આવા ૯૦ ટકા ગુના મે ૨૦૧૪ બાદ થયા હતા, જ્યારે નરેન્દ્ર મોદી સત્તામાં આવ્યા હતા.

narendra modi national news