ઍર ઇન્ડિયાની લંડનથી દિલ્હીની ફ્લાઇટમાં મળ્યા 4 કોરોના પૉઝિટીવ પ્રવાસી

11 January, 2021 06:54 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ઍર ઇન્ડિયાની લંડનથી દિલ્હીની ફ્લાઇટમાં મળ્યા 4 કોરોના પૉઝિટીવ પ્રવાસી

તસવીર સૌજન્ય જાગરણ

ઍર ઇન્ડિયા (Air India)ની લંડન-દિલ્હી ફ્લાઇટમાં પ્રવાસ કરતા ચાર પ્રવાસી કોરોના સંક્રમિત મળ્યા છે. જેનેસ્ટ્રિગ્સ ડાયગ્નોસ્ટિર સેન્ટર (Genestrings Diagnostic Centre)ના એક શીર્ષ અધિકારીએ સોમવારે કહ્યું કે ઍર ઇન્ડિયાની લંડન-દિલ્હી ફ્લાઇટમાં પ્રવાસ કરતા ચાર પ્રવાસી કોરોના ટેસ્ટમાં પૉઝિટીવ આવ્યા છે. Covid-19 માટે આવનારા પ્રવાસીઓનું પરીક્ષણ કરવા માટે જેનસ્ટ્રેસ દિલ્હી ઍરપૉર્ટ પર એક લૅબ ચલાવે છે.

બ્રિટેનમાં કોરોનાના નવા સ્ટ્રેન (વેરિયંટ) સામે આવ્યા પછી ભારતે 23 ડિસેમ્બરથી 7 જાન્યુઆરી સુધી યૂકે અને ભારતને જોડનારી બધી ફ્લાઇટને પોસ્ટપૉન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બધા વિમાનો પર 8 જાન્યુઆરીથી પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.

જેનેસ્ટ્રિંગ્સ ડાયગ્નોસ્ટિક સેન્ટરની સંસ્થાપક ગૌરી અગ્રવાલે કહ્યું કે ઍર ઇન્ડિયાની AI162 ફ્લાઇટ રવિવારે રાતે 10.30 વાગ્યે દિલ્હી ઍરપૉર્ટ પર લૅન્ડ થઈ। વિમાનમાંથી આવતા બધા લોકોના પરીક્ષણ ત્રણ કલાકની અંદર થયા અને પ્રવાસીઓને 7.5 કલાકની અંદર જવા દેવામાં આવ્યા. આમાં કોરોના પૉઝિટીવ પ્રવાસી પણ સામેલ હતા. તેમણે જણાવ્યું કે ઍર ઇન્ડિયા AI162 લંડન-દિલ્હી ફ્લાઇટમાં કુલ 186 પ્રવાસી હતા. તેમાંથી ચાર કોરોના પૉઝિટીવ જોવા મળ્યા હતા.

કોરોનાના નવા સ્ટ્રેનના કેસને કારણે બ્રિટેન અને ભારત વચ્ચે ફરીથી શરૂ કરવામાં આવેલી ફ્લાઇટ્સ ત્રીજા દિવસે બ્રિટિશ ઍરવેઝની ઉડાન રવિવારે દિલ્હીના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર પહોંચી. આ વિમાનમાં સવારે બધા પ્રવાસી નેગેટિવ હતા. આ વિમાનમાં કુલ 225 પ્રવાસી હતા.

બ્રિટેનમાં નવા કોરોના વેરિયન્ટનો પ્રકોપ
બ્રિટેનમાં કોરોનાના નવા વેરિયન્ટનો પ્રકોપ ઝડપથી વધી રહ્યો છે. બ્રિટેનમાં કોરોનાને કારણે મરણાંક 81000 પાર થઈ ગયો છે. ઇન્ગ્લેન્ડના મુખ્ય ચિકિત્સા અધિકારી ક્રિસ વિટીએ રેડિયો, ટીવી અને સોશિયલ મીડિયા પર એક વિજ્ઞાપનમાં કહ્યું કે કોરોનાનું નવું સંસ્કરણ આખા દેશમાં ઝડપથી ફેલાઇ રહ્યું છે. આથી અનેક લોકોને ગંભીર બીમારીનું જોખમ છે.

london delhi news international news national news coronavirus covid19