સરકારી હૉસ્પિટલમાંથી ચોરાઈ ગયા કોરોનાની રસીના ૩૨૦ ડોઝ

15 April, 2021 11:31 AM IST  |  Jaipur | Agency

હવે સરકાર એ વાતની તપાસ કરી રહી છે કે ગેરકાયદે રીતે વૅક્સિન લગાવવા માટેનુ રૅકેટ તો નથી ચાલી રહ્યુંને?

GMD Logo

કોરોનાની રસી આપવાના ચાલી રહેલા અભિયાનની વચ્ચે રાજસ્થાનની રાજધાની જયપુરથી ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. અહીંની સરકારી હૉસ્પિટલમાંથી કોરોનાની રસીના ૩૨૦ ડોઝ ચોરાઈ ગયા છે. આરોગ્ય મંત્રાલયે આ મામલામાં પોલીસ ફરિયાદ તો નોંધાવી છે પણ વૅક્સિન કોણ ચોરી ગયું તેની જાણકારી કોઈને નથી. હવે સરકાર એ વાતની તપાસ કરી રહી છે કે ગેરકાયદે રીતે વૅક્સિન લગાવવા માટેનુ રૅકેટ તો નથી ચાલી રહ્યુંને?

jaipur national news