જમ્મુ કાશ્મીરમાં અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર

13 December, 2020 09:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જમ્મુ કાશ્મીરમાં અથડામણમાં બે આતંકવાદીઓ ઠાર

ફાઈલ ફોટો

જમ્મુ-કાશ્મીરના પુંછ વિસ્તારમાં ચાલુ અથડામણમાં ભારતીય સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. ભારતીય જવાનોએ પાકિસ્તાનના ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું છે. આ અથડામણમાં સુરક્ષાબળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલું છે. રવિવારે પુંછ સ્થિત દુગરાન પોશાના વિસ્તારમાં સુરક્ષાદળો અને ત્રણ આતંકવાદીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું.

આતંકવાદીઓમાં બે આતંકવાદીઓ પાકિસ્તાનના હતા. એક સ્થાનિય હતો. આ જાણકારી જમ્મુ-કાશ્મીર પોલીસે આપી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે સુરક્ષાદળોએ આતંકવાદીઓને સરેન્ડર કરવા માટે કહ્યું હતું. પરંતુ તેમણે ફાયરિંગ શરૂ કર્યું હતું.

ત્યારબાદ ભારતીય સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો હતો. ગત બુધવારે જ રાજ્યના પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યાહતા. આ ગોળીબારીમાં એક સ્થાનિક નાગરીક ઘાયલ થયો હતો. પોલીસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરક્ષાદળોએ પુલવામાના તિક્કન વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓ તરફથી પહેલા ગોળીબારી શરુ થઈ હતી.

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાને પોતાની ગતિવિધિઓ તેજ કરી દીધી છે. થોડા સપ્તાહ પહેલા સુરક્ષાદળોને નરરોટા શહેરમાં મોટી સફળતા મળી હતી. અહીં જવાનોએ જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓને ઠાર માર્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ બોર્ડની ચૂંટણી ચાલું છે. જેના પગલે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ કડક બનાવી છે. 

jammu and kashmir indian army