યુવતી સાથે ગૅન્ગરેપ : ત્રણ નરાધમોએ પીડિતાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી

09 January, 2020 10:59 AM IST  |  Kolkata

યુવતી સાથે ગૅન્ગરેપ : ત્રણ નરાધમોએ પીડિતાને પેટ્રોલ છાંટી જીવતી સળગાવી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં રેપ અને ગૅન્ગરેપના પ્રમાણમાં તો વધારો જોવામાં આવી જ રહ્યો છે, પરંતુ તેથી પણ વધુ આઘાતજનક બાબત એ છે કે નરાધમો દ્વારા ગૅન્ગરેપ કરાયા બાદ યુવતીને જીવતી સળગાવવાની ઘટનામાં પણ ઉત્તરોત્તર વધારો જોવામાં આવી રહ્યો છે. પોતાનું પાપ છુપાવવા નરાધમો પીડિત અને નિઃસહાય યુવતીને જીવતી સળગાવવા જેવા હેવાનિયત ભરેલાં કૃત્યો કરતાં પણ ખચકાતાં નથી. આવી જ ઘટના પશ્ચિમ બંગાળમાં પણ બની હતી. જોકે પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ તમામ આરોપીને જેલને હવાલે કરી દેવામાં આવ્યા છે અને મંગળવારે આ આરોપીઓને કોર્ટમાં પણ રજૂ કરી દેવામાં આવ્યા હતા.

પશ્ચિમ બંગાળના દક્ષિણ દિનાજપુર જિલ્લામાં રવિવારે ૧૮ વર્ષની યુવતી પર ગૅન્ગરેપ થયો હતો અને ત્રણ લોકોએ તેને જીવતી બાળી નાખી હતી. કુમારગંજ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે ‘આ ઘટના માટે અમે ૨૦થી ૨૨ વર્ષની વયની ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી છે. વધુ તપાસ કરવામાં આવી રહી છે.

west bengal kolkata national news Crime News