Coronavirus: અઢી મહિના બાદ દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 2726 લોકોના મોત

15 June, 2021 10:51 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

75 દિવસ બાદ દેશમાં કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70 હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાયા છે. જેકે કોરોનાને કારણે મૃત્યુ પામતા લોકોની સંખ્યા ચિંતાનો વિષય છે.

તસવીરઃ સૌજન્ય, PTI

દેશમાં કોરોનાની બીજી લહેર ધીમે ધીમે હળવી બની રહી છે.  સંક્રમણ દર પહેલાં કરતા ઘટી રહ્યો છે.  જોકે કોરોનાથી મૃત્યુ પામતાં લોકોની સંખ્યા હજી ચિંતાનો વિષય છે.  કોરોનાનું સંક્રમણ ઘટતાં કેટલાય રાજ્યોમાં કોરોના પાબંધીઓમાં છુટ આપવામાં આવી રહી છે અને ધીમે ધીમે બજાર ખુલ્લી રહ્યું છે. 

 કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં 60,471 કોરોનાના નવા કેસ નોંધાયા છે.  છેલ્લા 75 દિવસોમાં આ આંકડો સૌથી ઓછો આંકડો છે.  આ સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2 કરોડ 95 લાખને પાર પહોંચી છે. ગત રોજ એટલે કે સોમવારે કોરોનાને કારણે 2726 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. અત્યાર સુધીમાં દેશમાં કોરોનાને કારણે કુલ 3,77,031 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે.  જ્યારે છેલ્લા 24 કલાકમાં 1 લાખ 75 હજાર 525 દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. 

દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,82,80,472 દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે. હાલ 9 લાખ 13 હજાર 378 લોકો કોરોના વાઈરસની સારવાર લઈ રહ્યાં છે.  જો રસીકરણની વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં દેશમાં  25 કરોડ 90 લાખ કરતાં પણ વધારે લોકોએ કોરોનાન રસી લઈ લીધી છે. 

 

coronavirus covid19 national news