સંસદ ભવનમાં બની રહ્યું છે 24 કલાકનું ખાસ કૉલ સેન્ટર,જાણો કેવું કરશે કામ

17 October, 2019 02:55 PM IST  |  નવી દિલ્હી | સંજય મિશ્ર

સંસદ ભવનમાં બની રહ્યું છે 24 કલાકનું ખાસ કૉલ સેન્ટર,જાણો કેવું કરશે કામ

સંસદભવન

સંસદ ભવનમાં પહેલી વાર એક ખાસ પ્રકારનું કૉલ સેન્ટર સ્થાપિત કરવામાં આવશે. 24 કલાક કામ કરનારું આ કૉલ સેન્ટર ખૂબ જ ખાસ હશે. આ કૉલ સેન્ટરના માધ્યમથી સાંસદોને દરેક પ્રકારની જાણકારી અને મદદ પ્રાપ્ત થશે. તેનાથી તેમના માટે પોતાના ક્ષેત્રમાં કામ કરવું સરળ થશે સાથે જ તેમને વિકાસ યોજનાઓ બનાવવા, ભાષણ તૈયાર કરવા અને નવી-નવી યોજનાઓથી અપડેટ રહેવાની સુવિધા પણ મળશે. એટલું જ નહીં એક પણ જાણી શકાશે કે તેઓ શું કામ કરી શકે છે અને શું નહીં?

સંસદે સભ્યોને નવા જમાના સાથે કદમ મિલાવી શકે તે માટે પહેલ કરતા એક ખાસ કૉલ સેન્ટર બનાવવાની શરૂઆત કરી છે. દેશમાં પહેલીવાર આ પ્રકારનું કૉલ સેન્ટર સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. સાથે જ કોઈ આપાત સ્થિતિનો સામનો  કરી રહેલા સાંસદોને સ્થિતિનો સામનો કરવા માટે સમાધાનનો રસ્તો પણ સુઝાડશે.

સંભવિત સવાલોના તૈયાર કરવામાં આવી રહ્યા છે જવાબ
લોકસભા સચિવાલયે સભ્યો માટેની આ સુવિધા શરૂ કરતા પહેલા તૈયારીઓ શરૂ કરી દીધી છે. સૂત્રોએ જણાવ્યું કે તમામ સંભવિત સવાલોને ધ્યાનમાં રાખીને સવાલો અને તેના જવાબો તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેથી સભ્યોના સવાલોના જવાબ તાત્કાલિક આપી શકાય.

લોકસભાના એક વરિષ્ઠ અધિકારીના અનુસાર કૉલ સેન્ટરની રિસ્પૉન્સ ક્ષમતા વધારવા માટે સચિવાલયના તમામ બ્રાન્ચોના સભ્યો પાસેથી તેમની પાસે આવતા સવાલો અને સમસ્યાઓનું વિવરણ માંગવામાં આવ્યું છે. જેથી તેમના સંભવિત ઉકેલો તૈયાર કરી શકાય. સાંસદોને તેમના અધિકાર, ભથ્થા સહિતની જાણકારી મળી શકશે.

આ પણ જુઓઃ ઉફ્ફ તેરી યે અદા..ટ્રેડિશનલ વેરમાં મન મોહી લેશે ઈશા કંસારા....

લોકસભા અધ્યક્ષે કર્યું હતું સૂચન
જણાવી દઈએ કે ગયા બજેટ સત્ર બાદ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ સભ્યો માટે આવું કૉલ સેન્ટર બનાવવાનું સૂચન આપ્યું હતું. સ્પીકરે આ માટે સાંસદોને સળગતા મુદ્દાઓ સાથે જોડાયેલી જાણકારી ઉપલબ્ધ કરાવવાની સંભાવનાઓ પર ધ્યાન આપવાની વાત કહી હતી જેથી તેઓ સદનમાં તેમના ભાષણની તૈયારીમાં તેનો ઉપયોગ કરી શકે.

national news