06 September, 2026 12:53 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
૨૧ તોપોથી ભવ્ય સલામી આપવામાં આવી હતી
રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત શ્રીનાથજી મંદિર (નાથદ્વારા) ખાતે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે જન્માષ્ટમીની મધ્યરાત્રિએ ૧૨ વાગ્યે ભગવાનના જન્મ સમયે ૨૧ તોપોથી ભવ્ય સલામી આપવામાં આવી હતી. આ પ્રથા ૩૫૦ વર્ષથી વધુ જૂની છે અને એ અનુરૂપ રાત્રે બ્યુગલ પણ વગાડવામાં આવ્યું હતું. મંદિરની નજીક રિસાલા ચોક ખાતે સલામી આપવામાં આવી હતી. બરાબર રાત્રે ૧૨ વાગ્યે તોપોની સલામી આપવામાં આવે છે જેની સાથે ઠાકુરજીના જન્મની ઘોષણા અને બ્યુગલ ફૂંકાય છે. તોપનો અવાજ આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ફેલાય છે, જે ભગવાન કૃષ્ણના જન્મની ઘોષણા કરે છે. મંદિર પરિસરમાં ભક્તિ અને ઉત્સાહનું વાતાવરણ છવાઈ ગયું હતું.