2012 Delhi Nirbhaya case: 22 જાન્યુઆરીના અપાશે ફાંસી, આ હશે સમય...

07 January, 2020 05:51 PM IST  |  Mumbai Desk

2012 Delhi Nirbhaya case: 22 જાન્યુઆરીના અપાશે ફાંસી, આ હશે સમય...

નિર્ભયા મામલે માતા-પિતા તરફથી દાખલ કરાયેલ ડેથ વૉરંટ અરજી પર દિલ્હી પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી પૂરી થયા પછી થોડીક જ વારમાં નિર્ણય આવ્યો. નિર્ભયા મામલે દોષીઓને 22 જાન્યુઆરીના સવારે સાત વાગ્યે ફાંસી આપવાનો આદેશ કોર્ટે સંભળાવ્યો છે. કોર્ટે ડેથ વૉરંટ પર સુનાવણી બાદ આ નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ મામલે 22 જાન્યુઆરીની તારીખ ફાંસી માટે નક્કી કરી દીધી છે. ફાંસનો સમય પણ સવારે સાત વાગ્યાનો નક્કી કરવામાં આવ્યો છે. આ પેહલા સુનાવણી દરમિયાનના વીડિયોને કૉન્ફ્રેસિંગમાં કેટલીક મુશ્કેલીઓ આવતી હતી જેને થોડીવારમાં બરાબર કરી લેવાયો. વકીલ અને જજ બધાં કોર્ટ રૂમમાં પહોંચી ગયા છે. ચારેય દોષીઓને ફાંસી દિલ્હીના તિહાડ જેલમાં આપવામાં આવશે.

નિર્ણય બાદ માતાએ કહ્યું
નિર્ણય આવ્યા બાદ નિર્ભયાની માતાએ કહ્યું કે મારી દીકરીને ન્યાય મળી ગયો છે. દોષીઓને સજા મળવાથી દેશમાં મહિલા શક્તિને મક્કમતા મળશે. આ નિર્ણયથી લોકોને ન્યાય વ્યવસ્થામાં વિશ્વાસ જાગ્યો છે.

નિર્ણય બાદ પિતાએ કહ્યું
નિર્ણય આવ્યા પછી નિર્ભયાના પિતાએ કહ્યું કે આ મામલે હવે સજા સંભળાવી દેવામાં આવી છે. હું આ નિર્ણયથી ખૂબ જ ખુશ છું. આ નિર્ણયથી એવા અપરાધ કરનારા લોકોમાં ડર ઉત્પન્ન થશે.

વકીલે કહ્યું
નિર્ણય બાદ દોષીઓના વકીલે કહ્યું કે અમે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરિટિવ પેટિશન દાખલ કરશું. એક કે બે દિવસમાં અમે આવું કરી લેશું. આ કેસમાં શરૂઆતથી જ મીડિયા અને પબ્લિક પ્રેશર કારમ કરી રહ્યું હતું આ મામલે નિષ્પક્ષ તપાસ થઈ શકી નથી.

સુનાવણી દરમિયાન માતા-પિતા તરફથી કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે કે ચારેય દોષિઓ અક્ષય, મુકેશ, વિનય અને પવનને ફાંસી આપવા માટે ડેથ વૉરંટ જાહેર કરવામાં આવ્યો છે. તો, દોષીઓના વકીલ એપી સિંહ તરફથી કોર્ટમાં કહેવામાં આવ્યું કે તે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરિટ પેટિશન દાખલ કરવાની પ્રક્રિયામાં જોડાયા છે.

ડેથ વૉરંટ બાદ પણ મળે છે 14 દિવસનો સમય
મળતી માહિતી પ્રમાણે, નિર્ભયાના વકીલોએ સુનાવણી દરમિયાન માગ કરી હતી કે ડેથ વૉરંટ જાહેર કરવામાં આવે, તેના પછી પણ 14 દિવસનો સમય હોય છે, ત્યાં સુધી દોષી ઇચ્છે તો કાયદાકીય મદદ લઈ શકે છે.

સુપ્રીમ કોર્ટ પણ કેટલાક મામલાઓમાં આ પ્રકારની ઑબ્ઝરનેશન રહી છે. હવે આ 3.30 વાગ્યે નિર્ણય સંભળાવવામાં આવશે. તો, દોષી મુકેશની મા કોર્ટમાં રડી તો નિર્ભયાની માએ કહ્યું કે અમે પણ ઘણાં વર્ષોથી રડી રહ્યા છીએ.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

તિહાડ જેલ પ્રશાસન પણ કરશે રિપોર્ટ દાખલ
તો, મંગળવારે થનારી સુનાવણીમાં તિહાડ જેલ પ્રશાસન પોતાની એક રિપોર્ટ પણ દાખલ કરશે. છેલ્લી સુનાવણીમાં કોર્ટમાંથી મળેલા નિર્દેશ પર જેલ પ્રશાસને દોષીઓને સાત દિવસનો સમય આપવામાં આવ્યો હતો, જેથી મૃત્યુદંડ વિરુદ્ધ દયા યાચિકા દાખલ કરી શકે.

national news delhi Crime News