Nirbhaya Case:દોષીઓને કાલે નહિ થાય ફાંસી, પટિયાલા હાઉસ કોર્ટનો નિર્દેશ

31 January, 2020 06:36 PM IST  |  Mumbai Desk

Nirbhaya Case:દોષીઓને કાલે નહિ થાય ફાંસી, પટિયાલા હાઉસ કોર્ટનો નિર્દેશ

નિર્ભયાના દોષીઓને 1 ફેબ્રુઆરીના ફાંસી નહીં થાય. પટિયાલા હાઉસમાં કોર્ટમાં આગામી આદેશ સુધી ડેથ વૉરંટ પર રોક લગાવવામાં આવી છે. સુનાવણી દરમિયાન દોષીના વકીલે કહ્યું કે હજી તેમની પાસે કાયદાકીય ઉપાય ઉપલબ્ધ છે

તો અભિયોજન પક્ષે આ અરજીને અયોગ્ય કહી. ન્યાયાલયમાં મુકેશની વકીલ વૃંદા ગ્રોવરની હાજરીમાં પીડિતાની વકીલ સીમા કુશવાહા અને સરકારી વકીલે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું તે જ્યારે મુકેશના બધા ઉપચારો ખતમ થઈ ગયા તો તેની વકીલનો હવે આ કેસમાં કોઈ જ આધાર નથી રહી જતો.

આ બાબતે દોષીઓના વકીલ એપી સિંહે કહ્યું કે અક્ષયની ક્યૂરેટિવ પિટીશન ગુરુવારે સુપ્રીમ કોર્ટે નકારી દીધી. હવે દયા યાચિકા નોંધાવવાની છે, પણ સુપ્રીમ કોર્ટમાંથી આદેશની પ્રતિ મળી નથી. એપી સિંહે કહ્યું કે જ્યાં સુધી બધાં ઉપાયનો ઉપયોગ ન થઈ જાય ત્યાં સુધી ફાંસી નહીં આપી શકાય. પીડીતાની વકીલે કહ્યું કે મોડું કરવા માટે બધાં જ ઉપાયો કરવામાં આવી રહ્યા છે.

દોષીઓના વકીલોનો તર્ક
અધિવક્તા એપી સિંહે યાચિકામાં કહ્યું કે ફાંસી પર અનિષ્ચિત કાળ માટે રોક લગાડી દેવી જોઇએ. કારણ કે હજી બધાં દોષીઓ માટે કાયદાકીય ઉપાયો બાકી છે.

વિનયની દયા યાચિકા રાષ્ટ્રપતિ પાસે વિચારાધીન છે, જ્યારે અક્ષય અને પવનના કાયદાકીય ઉપાયો પણ બાકી છે. અક્ષયની દયા યાચિકા બાકી છે. પવને અત્યાર સુધી ઉપચારાત્મક યાચિકા પણ દાખલ કરી નથી.

દયા યાચિકાનો અસ્વીકાર થયા પછી પણ ન્યાયાલયમાં ફરીથી જવા માટે દોષીને 14 દિવસનો સમય આપવામાં આવે છે. કાયદા હેઠળ આ પ્રાવધાન છે. હવે જો વિનયની દયા યાચિકાનો અસ્વીકાર થયા તો તેની પાસે ફરી સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર છે.

આ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયાની ફિલ્મ આવી રહી છે ત્યારે જોઇએ તેની કેન્ડિડ તસવીરો

એકસાથે ફાંસી આપવાનો છે નિયમ
દિલ્હી જેલ મેન્યુઅલ પ્રમાણે કોઇપણ અપરાધ માટે જ્યારે દોષીઓને એક સાથે ડેથ વૉરંટ જાહેર થાય છે, તો તેમને ફાંસી પણ એકસાથે જ આપવી પડે છે. ભલે આ મામલે મુકેશ માટે બધાં જ રસ્તા બંધ થઈ ગયા છે, પણ અન્ય ત્રણ દોષીઓ પાસે હજી પણ કાયદાકીય ઉપાયો બચ્યા છે. એવામાં મુશ્કેલ છે કે 1 ફેબ્રુઆરીના ફાસી થઈ શકે.

Crime News national news delhi sexual crime