કર્ણાટક: બે MLASએ પાછું ખેંચ્યું સમર્થન, કુમારસ્વામીની ચિંતા વધી

15 January, 2019 04:07 PM IST  |  બેંગલુરૂ

કર્ણાટક: બે MLASએ પાછું ખેંચ્યું સમર્થન, કુમારસ્વામીની ચિંતા વધી

એચડી કુમારસ્વામી (ફાઇલ)

વિધાનસભા ચૂંટણીના લગભગ સાત મહિના પછી કર્ણાટકમાં ફરી સત્તાનું નાટક શરૂ થઈ ગયું છે. આજે અપક્ષના બે સ્વતંત્ર ધારાસભ્યો એચ. નાગેશ અને આર. શંકરે સરકાર પાસેથી સમર્થન પાછું લઈ લીધું છે. જોકે સરકાર પડવાના હજુ કોઈ આસાર નથી. ઉલ્લેખનીય છે કે 224 સીટ્સ વાળી કર્ણાટક સરકારમાં બહુમતનો આંકડો 113 છે, જ્યારે કુમારસ્વામી પાસે હજુપણ 117 ધારાસભ્યોનું સમર્થન છે.

જ્યારે રાજ્યમાં સત્તારૂઢ કોંગ્રેસ-જેડીએસ ગઠબંધને ભાજપ પર ઓપરેશન લોટસ હેઠળ ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે આરોપોને રદિયો આપતા કહ્યું છે કે ઉલ્ટું કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન ભાજપના ધારાસભ્યોને લલચાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. પરિણામે પાર્ટીના તમામ ધારાસભ્યોને ગુરૂગ્રામ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.

જોકે સૂત્રો જણાવે છે કે કોંગ્રેસના 10 અને જેડીએસના 3 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ભાજપની કોશિશ છે કે આ 13 ધારાસભ્યો બને તેટલી ઝડપથી રાજીનામું આપી દે. ભાજપ આગામી અઠવાડિયે રાજ્ય સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પણ લાવી શકે છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌથી વધુ સીટો હાંસલ થઈ હતી અને પાર્ટી નેતા બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રીપદના શપથ પણ લઈ લીધા હતા, પરંતુ ત્યારબાદ કોંગ્રેસ અને જેડીએસએ હાથ મિલાવીને એચડી કુમારસ્વામીના નેતૃત્વમાં સરકાર બનાવી લીધી હતી.

તાજેતરના ઘટનાક્રમમાં કોંગ્રેસ-જેડીએસના 13 ધારાસભ્યો બેંગલુરૂમાંથી ગાયબ છે. મુખ્યમંત્રી કુમારસ્વામીનો આરોપ છે કે બીજેપી સત્તારૂઢ ગઠબંધનના ધારાસભ્યોને લલચાવવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ ગઠબંધનનો કોઇપણ ધારાસભ્ય પાર્ટી નહીં બદલે. પરંતુ કોંગ્રેસ બેચેન છે.

નોંધનીય છે કે કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએશએ મળીને સરકાર તો બનાવી લીધી હતી પરંતુ તેમની પાસે મોટો બહુમત નછી. એવામાં જો 13 ધારાસભ્યો રાજીનામું આપી દે તો તેમની મુશ્કેલીઓ વધી જાય. રવિવારે રાજ્યના જળસંસાધન મંત્રી ડીકે શિવકુમારે પણ માન્યું હતું કે ત્રણ કોંગ્રેસી ધારાસભ્યો મુંબઈની એક હોટલમાં રોકાયા છે. આ વિશે જ્યારે નાયબ મુખ્યમંત્રી જી. પરમેશ્વરને પૂછવામાં આવ્યું તો તેમનો જવાબ હતા, 'તેમને રહેવા દો. તે ત્યાં કેમ ગયા છે તે કોઈ જાણતું નથી. તેઓ રજા માણવા ગયા છે, મંદિરમાં દર્શન કરવા ગયા છે કે પછી નેતાઓને મળવા ગયા છે તેની જાણ નથી.

આ પણ વાંચો: કર્ણાટક: ફરી અસ્થિર થઈ કુમારસ્વામીની સરકાર, 3 ધારાસભ્યો BJPના સંપર્કમાં

કુમારસ્વામીએ કહ્યું, બીજેપીના તમામ ધારાસભ્યો મારા લોકો

મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું છે કે રાજ્યમાં કોંગ્રેસ-જેડીએસ સરકારની અસ્થિરતાનો સવાલ જ નથી. તેમણે તે રિપોર્ટ્સને પણ રદિયો આપી દીધો જેમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ તેમની સરકારને પાડી નાખવા માટે ઓપરેશન લોટસ ચલાવી રહી છે. જ્યારે તેમને ડીકે શિવકુમારના દાવા વિશે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસના 3 ધારાસભ્યો મુંબઈમાં કેટલાક બીજેપી નેતાઓની સાથે છે તો કુમારસ્વામીએ કહ્યું, 'તેઓ મારા મિત્રો છે. જો ધારસભ્યો મુંબઈમાં છે તો બીજેપીના તમામ 104 ધારાસભ્યો દિલ્હીમાં થે, તમામ મારા લોકો છે. એટલે આ સરકારની અસ્થિરતાનો સવાલ જ નથી ઉઠતો. કોંગ્રેસના ધારાસભ્યો મારી જાણમાં મુંબઈ ગયા હતા અને તેઓ મારા સંપર્કમાં છે.

karnataka