ભારતમાં કોરોનાના નવા ૧,૮૪,૩૭૨ કેસ નોંધાયા : ૧૦૨૭ લોકોનાં મોત

15 April, 2021 12:05 PM IST  |  New Delhi | Agency

છેલ્લા ૨૪ કલાકમાં ૮૨,૩૩૯ લોકો સંક્રમણમાંથી સાજા થયા હતા અને રિકવરીનો કુલ આંક ૧,૨૩,૩૬,૦૩૬ ઉપર પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ ૧૧,૧૧,૭૯,૫૭૮ ડોઝ અપાયા હતા.

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧.૮૪ લાખ કરતાં વધુ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૧૦૦૦ કરતાં વધુ વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાઇરસથી ૧૦૨૭ લોકોએ જીવ ગુમાવ્યો હતો, જેને પગલે દેશમાં કુલ મૃત્યુઆંક ૧,૭૨,૦૮૫ પર પહોંચ્યો હતો. ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧,૮૪,૩૭૨ કેસ નોંધાયા હતા. આ સાથે કેસની કુલ સંખ્યા ૧,૩૮,૭૩,૮૨૫ ઉપર પહોંચી છે. દેશમાં ઍક્ટિવ કેસની સંખ્યા ૧૩,૬૫,૭૦૪ થઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૮૨,૩૩૯ લોકો સંક્રમણમાંથી સાજા થયા હતા અને રિકવરીનો કુલ આંક ૧,૨૩,૩૬,૦૩૬ ઉપર પહોંચ્યો હતો. અત્યાર સુધીમાં કોરોનાની રસીના કુલ ૧૧,૧૧,૭૯,૫૭૮ ડોઝ અપાયા હતા.

national news coronavirus covid19