UPમાં પ્રેક્ટિકલ પરીક્ષાના બહાને 17 છોકરીઓને ડ્ર્ગ્ઝ આપી જાતીય સતામણી કરાઇ

07 December, 2021 04:44 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Online Correspondent

યુપીના મુઝફ્ફરનગરમાં 10 ધોરણની 17 છોકરીઓને પ્રેક્ટિકલ પરીક્ષાના બહાને ડ્રગ્સ પીવડાવીને પછી કથિત રીતે તેમની જાતીય સતામણી થઇ હોવાના આરોપ મુકાયા પછી UPના મુઝફ્ફરનગરમાં બે શાળાના સંચાલકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.

પ્રતીકાત્મક તસવીર

18 નવેમ્બરના રોજ, પુરકાજી શહેરની બે શાળા સંચાલકોએ ભોપાની 17 છોકરીઓને રાત્રે GGS ઈન્ટરનેશનલ સ્કૂલમાં રોકી, તેમના ખોરાકમાં ભેળસેળ કરીને કથિત રીતે તેમની છેડતી કરી. છોકરીઓ અને પરિવારો સાથે કોઈ મહિલા શિક્ષક હાજર નહોતા. છોકરીઓના વાલીઓનો આક્ષેપ છે કે પોલીસને ઘટનાની માહિતી મળ્યા પછી તેમણે શાળા સંચાલકોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. એવો કથિત આરોપ પણ મુકાયો કે પોલીસે એક સ્થાનિક પત્રકાર વિરુદ્ધ સ્કૂલ સંચાલકો દ્વારા ફરિયાદ દાખલ કરી કે તે પત્રકાર અફવાઓ ફેલાવીને સંચાલકોને બ્લેકમેલ કરતો હતો.

આખરે આ મામલો 17 દિવસ પછી પ્રકાશમાં આવ્યો જ્યારે સ્થાનિક ભાજપના ધારાસભ્ય પ્રમોદ ઉત્વલે દરમિયાનગીરી કરી અને તપાસનો આદેશ આપ્યો.

યુવતીઓને એવી પણ ધમકી આપવામાં આવી હતી કે તેઓ જો આ વિશે કંઇપણ બોલશે તો તેમને પરીક્ષામાં નાપાસ કરાશે. છોકરીઓએ બીજા દિવસથી સ્કૂલ જવાનું બંધ કરી પોતાના વાલીઓને આખો કિસ્સો કહ્યો. છોકરીઓએ જણાવ્યા અનુસાર તેમને માટે ખિચડી બનાવાઇ હતી પણ શાળાના સંચાલકે તે ફેંકી દઇ તાજું ખાવાનું બનાવ્યું જેમાં કંઇ ભેળવેલું હતું. પરીક્ષામાં નાપાસ થઈ જશે અને જો તેઓ આ ઘટના વિશે કોઈને કહેશે તો તેમના પરિવારજનોને મારી નાખવામાં આવશે.

ભોપાના સૂર્ય દેવ પબ્લિક સ્કૂલના સંચાલક યોગેશ કુમાર અને GGS ઇન્ટરનેશનલ સ્કૂલ પુરકાજીના સંચાલક અર્જુન સિંહ વિરુદ્ધ POCSO એક્ટ અને IPCની અન્ય સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી છે. દરમિયાન, એસએચઓ જેણે ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને ફરિયાદોને અવગણી હતી તેને હટાવી લેવાયા છે.

ઘટના વિશે બોલતા, ઉત્વાલે કહ્યું: “પોલીસ સ્ટેશને મામલાને દબાવવાનો બનતો પ્રયાસ કર્યો. પીડિત વિદ્યાર્થીનીઓ આર્થિક રીતે નબળી છે તેનો ગેરલાભ ઉઠાવવાનો પણ પ્રયાસ થયો છે.

SSP મુઝફ્ફરનગર અભિષેક યાદવે કહ્યું: “પુરકાઝી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની એક શાળામાં અભ્યાસ કરતી છોકરીના પિતા તરફથી ફરિયાદ મળી હતી અને આ સંદર્ભમાં કેસ નોંધવામાં આવ્યો હતો. એસઓજી અને ક્રાઈમ બ્રાન્ચ સહિત પાંચ ટીમો બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. ઉપરાંત, એસએચઓ પુરકાઝીને તેમના ઠંડા અભિગમ બદલ ખસેડી લેવાયા છે. વળી આ કેસમાં અન્ય પોલીસ અધિકારીઓએ શિથિલતા દાખવી હતી કે કેમ તે જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે."

national news uttar pradesh