18 February, 2026 09:59 AM IST | Jammu and kashmir | Gujarati Mid-day Correspondent
થાજીવાસ ગ્લૅશિયર ટ્રેક
જમ્મુ-કાશ્મીરના લૅફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ પહલગામ હુમલા પછી બંધ કરવામાં આવેલા ૧૪ ટૂરિસ્ટ-સ્પૉટને ફરીથી ખોલવાની સોમવારે જાહેરાત કરી હતી. ગવર્નરે કહ્યું હતું કે સંપૂર્ણ સિક્યૉરિટી રિવ્યુ અને ચર્ચા પછી જ અમે જમ્મુ અને કાશ્મીર ડિવિઝનમાં ૧૪ ટૂરિસ્ટ-સ્પૉટ્સને ફરીથી ખોલવાનો આદેશ આપ્યો છે. કાશ્મીર ડિવિઝનમાં ૧૧ સ્પૉટ્સ – યુસમર્ગ, બડગામમાં દૂધપથરી, કોકરનાગમાં દાંડીપોરા પાર્ક, પીર કી ગલી, શોપિયાંમાં દુબજાન અને પડપાવન, શ્રીનગરમાં અસ્તનપોરા, ટ્યુલિપ ગાર્ડન, થાજીવાસ ગ્લૅશિયર ટ્રૅક, ગંદેરબલમાં હંગ પાર્ક અને બારામુલામાં વુલર લેકને ફરીથી ખોલવામાં આવશે.
જમ્મુ ડિવિઝનમાં ૩ ટૂરિસ્ટ સ્પૉટ્સ – રિયાસીમાં દેવી પિંડી, રામબનમાં માહુ મંગત અને કિશ્તવાડમાં મુગલ મેદાન હવે સહેલાણીઓ માટે ઓપન રહેશે.
આ તમામ સ્થળો ગયા વર્ષે પહલગામ હુમલા પછી બંધ કરી દેવામાં આવ્યાં હતા. ૨૦૨૫માં જમ્મુ-કાશ્મીરમાં પર્યટકોની સંખ્યા ૨૦૨૪ની સરખામણીએ ઘટી ગઈ હતી. ગયા વર્ષે ૧.૭૭ કરોડ પર્યટકો જમ્મુ-કાશ્મીર ફરવા ગયા હતા.