કૃમિનાશક દવા આપવાથી ૧૨૦ સ્ટુડન્ટ્સને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યા

12 February, 2026 06:59 AM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

સ્ટુડન્ટ્સને ગોળીઓ આપ્યા પછી તરત જ માથાનો દુખાવો અને ઊલટી થવાની ફરિયાદ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ઉત્તર પ્રદેશના ફર્રુખાબાદ અને મૈનપુરી જિલ્લામાં સ્કૂલમાં કૃમિનાશક અભિયાન દરમ્યાન બીમાર પડી ગયેલા લગભગ ૧૨૦ સ્ટુડન્ટ્સને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સ્ટુડન્ટ્સને ગોળીઓ આપ્યા પછી તરત જ માથાનો દુખાવો અને ઊલટી થવાની ફરિયાદ કરી હતી. આ ઘટના રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ દરમ્યાન બની હતી, જે દર વર્ષે ૧૦ ફેબ્રુઆરી અને ૧૦ ઑગસ્ટના રોજ બેથી ૧૯ વર્ષનાં બાળકો માટે મનાવવામાં આવે છે.

ફર્રુખાબાદમાં કમલગંજ બ્લૉકના રાઠોડા મોહદ્દીનપુર ગામની જવાહરલાલ પ્રેમાદેવી શાળામાં આ ઘટના બની હતી. દવા આપવામાં આવેલા લગભગ ૧૫૦ સ્ટુડન્ટ્સમાંથી ૧૦૦ સ્ટુડન્ટ્સે અસ્વસ્થતાની ફરિયાદ કરી હતી, જેને કારણે વાલીઓ અને શાળાના અધિકારીઓમાં ગભરાટ ફેલાયો હતો. ૩૩ સ્ટુડન્ટ્સને કમલગંજના સામુદાયિક આરોગ્યકેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ૬૭ અન્ય સ્ટુડન્ટ્સને જિલ્લા-મુખ્યાલયની લોહિયા હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

national news india uttar pradesh healthy living