105 વર્ષની મહિલાએ આપી ચોથા ધોરણની પરીક્ષા, કહ્યું હવે મળ્યો ભણવાનો સમય.

20 November, 2019 06:13 PM IST  |  Mumbai Desk

105 વર્ષની મહિલાએ આપી ચોથા ધોરણની પરીક્ષા, કહ્યું હવે મળ્યો ભણવાનો સમય.

ભણવાની કોઇ ઉંમર નથી હોતી, આની શરૂઆત ક્યારે પણ થઈ શકે છે, બસ ઇચ્છા હોવી જરૂરી. જો કે, બાળપણથી ભણવાની પોતાની ઇચ્છા કેરણની ભાગીરથી અમ્માએ 105 વર્ષની ઉંમરમાં પૂરી કરીને મિસાઇલ કાયમ કરી છે. ભાગીરથી અમ્માએ રાજ્ય સાક્ષરતા મિશન હેઠળ ચોથા વર્ગની પરીક્ષામાં ભાગ લીધો છે. તે હંમેશાંથી ભણવા માગતી હતી, જ્ઞાન પ્રાપ્ત કરવા માગતી હતી. તેમણે પોતાની માના મૃત્યુને કારણે પોતાનું સ્વપ્ન છોડવું પડ્યું. કારણકે આના પછી ભાઇ-બહેનોની જવાબદારી તેમના પર આવી ગઈ.

આ બધી વસ્તુઓમાંથી જ્યારે તે ફ્રી થઈ ત્યા સુધી 30 વર્ષની ઉંમરમાં તેમના પતિની મૃત્યુ થઈ ગઈ અને ફરી છ બાળકોની જવાબદારી તેમના પર આવી ગઈ. જીવનની ભાગદોડમાં ભલે તેમને ભણતરથી સતત દૂર રાખ્યા હોય પણ તે પોતાનો સપનું દબાવી બેઠા હતા અને જ્યારે તક મળી તો તેમણે આ પૂરું કરવાનું વિચારી લીધું. જ્યારે તે કોલ્લમ સ્થિત પોતાના ઘરમાં ચોથા ધોરણની સમતુલ્ય પરીક્ષા આપી રહી હતી તે ફક્ત પરીક્ષા જ નથી આપતા પણ ભણવાની ઇચ્છા રાખતાં વિશ્વના લોકો માટે મિસાઇલ કામય કરી રહ્યા છે.

સાક્ષરતા મિશનના નિર્દેશક પીએસ શ્રીકલાએ જણાવ્યું કે ભાગીરથી અમ્મા કેરલ સાક્ષરતા મિશનના અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી વૃદ્ધ 'સમકક્ષ શિક્ષા મેળવવાવાળી' વ્યક્તિ બની ગઈ છે. મિશનના વિશેષજ્ઞ વસંત કુમારે પીટીઆઇ-ભાષાને જણાવ્યું ભાગીરથી અમ્માને લખવામાં મુશ્કેલી થાય છે તેથી તે પર્યાવરણ, ગણિત અમે મલયાલમના ત્રણ પ્રશ્નપત્રોના જવાબ ત્રણ દિવસમાં લખ્યા છે અને તેમની નાની દીકરીએ તેમની મદદ કરી છે.

કુમારે જણાવ્યું કે આ ઉંમરમાં પણ તેમની યાદશક્તિ વધારે છે અને ન તો તેમને જોવામાં કોઇ મુશ્કેલી આવે છે અને હજી પણ ખૂબ જ સારી રીતે ગાઈ લે છે. તેમણે જણાવ્યું કે અમ્મા પરીક્ષામાં ભાગ લઈને ખૂબ જ ખુશ છે. અમ્મા જ્યારે નવ ર્ષની હતી તો તે ત્રીજા ધોરણમાં હતી અને તેના પછી તેમણે ભણવાનું છોડી દીધું. આટલી મહેનત અને લગનથી ભણનારી અમ્મા પાસે આધાર કાર્ડ નથી તેથી આમને ન તો વિધવા પેન્શન મળે છે કે ન તો વૃદ્ધા પેન્શન. તેમને આશા છે કે અધિકારી તેમને પેન્શન અપાવવા માટે પગલા ઉઠાવશે.

આ પણ વાંચો : આ ગુજરાતી અભિનેત્રી બની મોસ્ટ સ્ટાઈલિશ વૂમન, જુઓ તેની સિઝલિંગ તસવીરો...

ગયા વર્ષે 96 વર્ષની કાર્તિય્યાની અમ્માએ રાજ્યમાં આયોજિ,ત સાક્ષરતા પરીક્ષામાં સોથી વદારે અંક મેળવ્યા હતા. તેમણે 100માંથી 98 અંક મળ્યા હતા. રાજ્યમાં આ સાક્ષરતા મિશનનું લક્ષ્ય આવતાં ચાર વર્ષોમાં રાજ્યને સંપૂર્ણપણે સાક્ષર બનાવવાનું છે. 2011ના આંકડા પ્રમાણે રાજ્યમાં 18.5 લાખ લોકો નિરક્ષર છે.

national news kerala