સિક્કિમમાં મોટો રાજનૈતિક ઉલટફેર, આ પાર્ટીના 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ

13 August, 2019 04:22 PM IST  |  સિક્કિમ

સિક્કિમમાં મોટો રાજનૈતિક ઉલટફેર, આ પાર્ટીના 10 ધારાસભ્યો ભાજપમાં સામેલ

તસવીર સૌજન્યઃ ANI

પૂર્વોત્તર રાજ્ય સિક્કિમમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળી રહ્યો છે. સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટના 10 ધારાસભ્યો મંગળવારે ભાજપમાં સામેલ થઈ ગયા. ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા અને મહાસચિવ રામ માધવની હાજરીમાં ધારાસભ્યો ભાજપમાં જોડાયા.

જણાવી દઈએ કે આ વર્ષે મે મહિના સુધીમાં રાજ્યમાં સિક્કિમ ડેમોક્રેટિક ફ્રંટ જ સત્તામાં હતી. પાર્ટીના ગયા 25 વર્ષના શાસનકાળમાં પવન ચામલિંગે જ મુખ્યમંત્રીનું પદ સંભાળી રાખ્યું હતું. આ સાથે જ તેઓ દેશના તે મુખ્યમંત્રીઓમાં સામેલ થયા હતા, જેઓ લાંબા સમય સુધી આ પદ પર રહ્યા. મહત્વનું છે કે આ વર્ષે લોકસભા ચૂંટણીની સાથે જ વિધાનસભા ચૂંટણી કરાવવામાં આવી. જેમાં આ પાર્ટી બહુમતિ નહોતી મેળવી શકી.

પવન ચામલિંગે 1993માં પાર્ટી બનાવી હતી. જે બાદ થયેલા તમામ વિધાનસભા ચૂંટણીમાં પૂર્ણ બહુમતિથી સરકાર બનાવી હતી. આ વર્ષે થયેલી ચૂંટણીમાં એસડીએફને હાર મળી હતી. 2013માં પ્રેમ કુમાર તમાંગે એસડીએફ સાથે બળવો કરીને સિક્કિમ ક્રાંતિકારી મોર્ચો બનાવ્યો હતો. તેઓ હાલ રાજ્યના સીએમ છે. સિક્કિમની એકમાત્ર લોકસભા બેઠક પર એસકેએસનો કબજો છે.

આ પણ વાંચોઃ ઝાડૂ પણ મારે છે અને નગારા પણ વગાડે છે, આવો છે આપણા PMનો અંદાજ

મહત્વનું છે કે આ પહેલા ગોવામાં કોંગ્રેસના 10 ધારાસભ્યોએ પાર્ટી છોડીને ભાજપનો હાથ થામ્યો હતો.

sikkim bharatiya janata party