બ્રિટનથી આવેલાઓ માટેનો ૧૦ દિવસ ક્વૉરન્ટીનનો નિર્ણય રદ

14 October, 2021 11:27 AM IST  |  New Delhi | Agency

ભારતે કોઈ પણ દેશમાંથી આવનારા પ્રવાસીઓ માટે ક્વૉરન્ટીન ફરજિયાત બનાવ્યું નહોતું પરંતુ બ્રિટનની ભેદભાવયુક્ત નીતિનો જવાબ વાળતાં જેવા સાથે તેવાની નીતિ અપનાવતાં બ્રિટનથી આવતા પ્રવાસી માટે ૧૦ દિવસનું ક્વૉરન્ટીન ફરજિયાત બનાવાયું હતું. 

પ્રતીકાત્મક તસવીર

કેન્દ્ર સરકારે ૧ ઑક્ટોબરે બ્રિટન સાથે જેવા સાથે તેવાની નીતિ અપનાવતાં બ્રિટિશ પ્રવાસીઓ માટે જાહેર કરેલી માર્ગદર્શિકા પાછી ખેંચી લીધી હોવાનું જણાવતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે હવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને બ્રિટનથી આવનારા મુસાફરો માટે ૧૦ દિવસનો ફરજિયાત ક્વૉરન્ટીનનો આદેશ રદ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે.  
આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગરવાલે કહ્યું હતું કે હાલના સિનારિયોને જોતાં સુધારિત માર્ગદર્શિકા પાછી ખેંચી લઈને અગાઉની ૧૭ ફેબ્રુઆરી, ૨૦૨૧ની માર્ગદર્શિકા ફરીથી બહાલ કરવાનો નિર્ણય આવ્યો છે.ભારત અને બ્રિટિશ સરકાર વચ્ચેની વ્યાપક ચર્ચા બાદ બ્રિટનમાં ફુલ્લી વૅક્સિનેટેડ ભારતીયોને માટે ૧૦ દિવસના ક્વૉરન્ટીનના નિયમને ૧૧ ઑક્ટોબરથી રદ કરવામાં આવ્યો હતો.  બ્રિટને ભારતની કોવિશીલ્ડ વૅક્સિનને માન્યતા આપી હતી પરંતુ ભારતના વૅક્સિનેશન સર્ટિફિકેટ પર શંકા વ્યક્ત કરતાં રસી ન લેનારા ભારતીય પ્રવાસીઓની જેમ જ કોવિશીલ્ડ વૅક્સિનના બન્ને ડોઝ લેનારા ભારતીયો માટે બ્રિટનમાં ૧૦ દિવસનું ક્વૉરન્ટીન ફરજિયાત કરાયું હતું. ભારતે કોઈ પણ દેશમાંથી આવનારા પ્રવાસીઓ માટે ક્વૉરન્ટીન ફરજિયાત બનાવ્યું નહોતું પરંતુ બ્રિટનની ભેદભાવયુક્ત નીતિનો જવાબ વાળતાં જેવા સાથે તેવાની નીતિ અપનાવતાં બ્રિટનથી આવતા પ્રવાસી માટે ૧૦ દિવસનું ક્વૉરન્ટીન ફરજિયાત બનાવાયું હતું. 

national news great britain coronavirus covid19