30 July, 2024 03:15 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ૯માંથી ૧ વ્યક્તિ કૅન્સરનો ભોગ બની શકે છે. જોકે એની વહેલી જાણ થતાં કૅન્સરને અટકાવી શકાય છે. અપોલો હૉસ્પિટલના હેલ્થ ઑફ નેશન રિપોર્ટ મુજબ ભારત દુનિયામાં કૅન્સરનું કૅપિટલ કહેવાઈ રહ્યું છે. ૨૦૨૦માં ભારતમાં ૧૪ લાખ વ્યક્તિને કૅન્સર હતું અને એ આંકડો ૨૦૨૫ સુધી ૧૫ લાખ થઈ જશે. ભારતમાં કૅન્સર થવા માટે સૌથી મોટું કારણ તમાકુનું સેવન છે. ભારતમાં લગભગ ૨૬.૭૦ કરોડ યુવાનો તમાકુનું સેવન કરે છે. આ કારણસર તેમને મોઢા અને ફેફસાંની સાથે અન્ય પ્રકારનાં કૅન્સર થઈ શકે છે. એ ઉપરાંત કૅન્સર માટે અનહેલ્ધી ફૂડની હેબિટ્સ પણ જવાબદાર છે. એને કારણે બ્રેસ્ટ અને પૅન્ક્રિયેટિક કૅન્સર થઈ શકે છે. આ તમામ કૅન્સરનું જો વહેલું નિદાન થઈ જાય તો એને વધતું અટકાવી શકાય છે. અમુક કેસમાં તો કૅન્સરને થતું પણ અટકાવી શકાય છે, પણ એ માટે લોકોએ જાતે તકેદારી રાખવી જરૂરી હોય છે અને સમયસર ચેકઅપ કરાવતા રહેવું પડે.