સરકારે ખેડુતને પ્રતિદિન 3.5 રૂપિયા આપી મુર્ખ બનાવ્યા છે : રાહુલ ગાંધી

16 March, 2019 04:29 PM IST  | 

સરકારે ખેડુતને પ્રતિદિન 3.5 રૂપિયા આપી મુર્ખ બનાવ્યા છે : રાહુલ ગાંધી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉતરાખંડની રાજધાની દેહરાદૂનમાં જનસભા

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ઉતરાખંડની રાજધાની દેહરાદૂનમાં જનસભાને સંબાધી હતી. રાહુલ ગાંધીએ સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપો કર્યા હતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાફેલ ડીલથી લઈને જીએસટી અને કિસાન સમ્માન નિધિ યોજનાને લઈને આક્ષેપો કર્યા હતાં. રાહુલ ગાંધીએ જીએસટીએ કારોબારિયોને પહોંચતા નુકસાન વિશે વાત કરતા પીએમ મોદીએ કરેલી મોટી ભૂલ દર્શાવી હતી. આ દરમિયાન બીજેપી નેતા અને રાજ્યાના મુખ્યપ્રધાન બીસી ખંડૂરૂના પુત્ર મનીષ ખંડૂરી પણ રાહુલ ગાંધી સાથે હાજર હતા. મનીષ ખંડૂરી હાલમાં જ કોંગ્રેસ સાથે જોડાયા છે.

જનસભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ઉતરાખંડની પવિત્ર ભૂમિ પર આવીને આનંદ થયો. સૈન્યમાં જે ઉતરાખંડની ભાગીદારી છે તેનું દેશ સ્વાગત કરે છે. પુલવામાં હુમલામાં જવાનો શહિદ થયા ત્યારે કોંગ્રેસે કહ્યું હતું કે દેશ સરકાર સાથે છે ત્યારે પીએમ મોદી કાર્બેટ પાર્કમાં વીડિયા શૂટ કરાવી રહ્યા હતા.'

 

આ પણ વાંચો: અમિત શાહને ગાંધીનગરથી ચૂંટણી લડાવવા ભાજપમાં ઉઠી માગ

 

રાહુલે કહ્યું શરમ આવવી જોઈએ

પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાનું એલાન પર પણ રાહુલે ગાંધીએ મોદી સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે, સરકારને શરમ આવવી જોઈએ કે દેશના ખેડૂતોને તમે પ્રતિદિન સાડા ત્રણ રુપિયા આપી તેમને મુર્ખ બનાવો છે જ્યારે એક ચોરને એમ જ 30,000 કરોડ રુપિયા આપી દેવામાં આવે છે.

rahul gandhi congress Election 2019