આ વખતે સૌનો હિસાબ થશે અને પૂરેપૂરો થશેઃ પુલવામા હુમલા પર PM મોદી

23 February, 2019 03:21 PM IST  |  ટોંક, રાજસ્થાન

આ વખતે સૌનો હિસાબ થશે અને પૂરેપૂરો થશેઃ પુલવામા હુમલા પર PM મોદી

રાજસ્થાનમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

લોકસભા ચૂંટણી પહેલા તમામ મોટા નેતાઓએ ચૂંટણી સભાઓ કરવાની શરૂ કરી દીધી છે. અને આ મામલે વડાપ્રધાન મોદી બાકી તમામ નેતાઓથી આગળ છે. વડાપ્રધાન મોદીએ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અને રાજસ્થાનના ઉપમુખ્યમંત્રી સચિન પાયલટના વિધાનસભા ક્ષેત્રથી વિજય સંકલ્પ રેલી કરી ભાજપ માટે રાજ્યમાં લોકસભા ચૂંટણીના શ્રીગણેશ કર્યા અને પુલવામા આતંકી હુમલામાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે પુલવામા હુમલા બાદ તમે જોયું કે કેવી રીતે એક એક કરીને પાકિસ્તાન પાસેથી હિસાબ લેવામાં આવી રહ્યો છે. અમારી સરકારના નિર્ણયથી ત્યાં હડકંપ મચ્યો છે. દેશમાં અલગતાવાદને હવા દેનારાઓ પર સખત કાર્રવાઈ થઈ રહી છે અને થતી રહેશે. તેમણે કહ્યું કે આ નવી રીતિ અને નીતિ વાળું ભારત છે. હું દેશની આક્રોશિત જતનાને આગ્રહ કરવા ઈચ્છું છું. સેનાને અમે દરેક રીતે છૂટ આપી છે. આ દિવસોમાં સોશિયલ મીડિયામાં વીર રસનું જાણે પૂર આવ્યું છે. પરંતુ આપણી લડાઈ આતંકવાદની સામે છે. માનવતાના દુશ્મનોની સામે છે, અમારી લડાઈ કશ્મીર માટે છે, કશ્મીરીઓની સામે નથી.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે તમારો એક પ્રધાનસેવક આ આતંકીઓના દાણાપાણી બંધ કરવામાં લાગ્યો છે. દુનિયામાં ત્યાં સુધી શાંતિ સ્થાપિત નહીં થાય જ્યાં સુધી આતંકની ફેક્ટરી ચાલતી રહેશે. જો આતંકની ફેક્ટરી પર તાળું લગાવવાની જવાબદારી મારી પાસે છે તો આ જ મંજૂર છે. આ સંકલ્પ મારો જ નહીં 130 કરોડ હિન્દુસ્તાનીઓનો છે. આ રાજનીતિ છે ઉપર રાષ્ટ્રનીતિનો સવાલ છે.

ગયા વર્ષના અંતમાં થયેલી વિધાસભા ચૂંટણીમાં આ વિસ્તારમાં 8 માંથી 7 બેઠતો પર ભાજપને હાર મળી હતી. જ્યારે લોકસભા ચૂંટણીમાં તમામ બેઠકો ભાજપે જીતી હતી. વિધાનસભા ચૂંટણીના પરિણામોને જોતા વડાપ્રધાન મોદી રાજસ્થાન પર વધુમાં વધુ ધ્યાન આપી રહ્યા છે.

narendra modi Ashok Gehlot sachin pilot rajasthan