NCP પ્રમુખ શરદ પવારની અમિત શાહ સાથે મુલાકાત, મહારાષ્ટ્રમાં આવેલા પૂર અંગે કરી ચર્ચા

03 August, 2021 04:54 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

આજે એનસીપી પ્રમુખ શરદ પવાર કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે બેઠક કરી હતી.

અમિત શાહ અને શરદ પવાર

સંસદના મોનસુન સત્ર (Parliament session)માં આ મંગળવારે એક મહત્વની મુલાકાત કરી હતી.  પૂર્વ કેન્દ્રિય પ્રધાન અને રાષ્ટ્રવાદી  કોંગ્રેસના પ્રમુખ શરદ પવાર (Sharad pawar) આજે કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ( Amit shah)સાથે મુલાકાત કરી છે. જેમાં કેટલાક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર આ બેઠક મહારાષ્ટ્રમાં હાલમાં આવેલા પૂર અને ત્યાર બાદ ઉ્દભવેલી સ્થિતિને લઈ ચર્ચા કરવામાં આવી હતા.   મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે કરોડોનું નુકસાન થયુ છે.  રાયગઢ જિલ્લામાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે તો કેટલાક લોકો બેઘર થયા છે.  વરસાદની કુદરતી આફતે રાયગઢમાં તબાહી મચાવી હતી, જેને મુદ્દા પર શરદ પવાર અને અમિત શાહ વચ્ચે વાત કરવામાં આવી હતી.  જો કે બંને મોટા નેતાઓની મુલાકાતથી રાજકીય હલચલનો પણ સંકેત જોવા મળી રહ્યો હતો. 

નોંધનીય છે કે શરદ પવારે ગત મહિને દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારે શરદ પવાર અને વડાપ્રધાન મોદી વચ્ચે એક કલાક સુધી વાતચીત ચાલી હતી. જોકે આ બેઠક બાદ મહારાષ્ટ્ર રાજકારણને લઈ અનેક તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યાં હતાં. 

આ પણ વાંચોઃ કૉંગ્રેસ સહિત 14 વિપક્ષી દળ સાથે રાહુલ ગાંધીએ કરી `બ્રેકફાસ્ટ મીટિંગ`, જાણો વધુ

તેવામાં હવે ફરી શરદ પવાર કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ સાથે આજે બેઠક કરવાના છે ત્યારે તેને રાજકીય એન્ગલથી જોવામાં આવી રહ્યું છે. બંને દિગ્ગજ નેતાઓની બેઠકને લઈ મહારાષ્ટ્ર રાજનીતિને લઈ ફરી અટકળો શરૂ થઈ શકે છે.

નોંધનીય છે કે શરદ પવાર અને અમિક શાહની મુલાકાત એ  જ દિવસે થઈ રહી છે જ્યારે  મંગળવારે સવારે રાહુલ ગાંધીએ વિપક્ષી પાર્ટીઓને નાસ્તા માટે બોલાવ્યા હતાં. આશરે 14 જેટલી પાર્ટીએ રાહુલ ગાંધીનું આમંત્રણ સ્વીકાર્યુ હતુ અને ત્યાં ભેગી થઈ હતી, જેનાં એનસીપી પાર્ટી પણ સામેલ હતી.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, બચાવ કામગીરી શરૂ

રાહુલ ગાંધી દ્વારા એ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પેગાસસ મામલે વિપક્ષ એક થાય અને કેન્દ્ર સરકારને ઘેરે. બ્રેકફાસ્ટ મીટિંગ બાદ વિપક્ષી દળોએ સંસદ સુધી સાયકલ માર્ચ કરી હતી. 

 

 

 

 

 

 

 

 

 

 

 

national news sharad pawar amit shah