વૉટ્સએપ અને ફેસબૂક પર અશ્લીલ વીડિયો કૉલથી કરવામાં આવે છે બ્લેકમેલ

21 September, 2020 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

વૉટ્સએપ અને ફેસબૂક પર અશ્લીલ વીડિયો કૉલથી કરવામાં આવે છે બ્લેકમેલ

પ્રતીકાત્મક તસવીર

મેરઠ (Meerut) ઝોનના યૂપી (UP Police) પોલીસ સાઇબર (Cyber Expert) એક્સપર્ટ પાસે અશ્લીલ વીડિયો કૉલ (Video Call Recording) રેકૉર્ડ કરીને બ્લેકમેલિંગ (Blackmail) કરવાનો કેસ સામે આવ્યો છે. એવા બે કેસ બરેલી અને આગરા પોલીસ પાસે પણ આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે, મોબાઇલ પર કોઇક અજાણ્યા નંબર પરથી વૉટ્સએપ (Whatsapp) કે ફેસબૂક (Facebook Messenger) મેસેન્જર પર વીડિયો (Video Call) કૉલ આવે છે.

કૉલ રિસીવ કર્યા પછી બીજી તરફથી યુવતી અશ્લીલ હરકતો કરે છે. આ દરમિયાન યુવતી તરફથી કૉલ રેકૉર્ડ કરી લેવામાં આવે છે. પછી આ રેકૉર્ડિંગને સાર્વજનિક કરવાની ધમકી આપીને લોકોને બ્લેકમેલ કરવામાં આવે છે.

માનવામાં આવી રહ્યું છે કે સાઇબર અપરાધીઓ અને બ્લેકમેલ કરનારા ગ્રુપે આ રસ્તો અપનાવ્યો છે. વીડિયો કૉલ બીજી તરફથી આવ્યો હોય, તમે રિસીવ કરી લીધો. તમે કંઇ વાત ન કરી. ભલે તમે અમુક જ સેકેન્ડ્સમાં કૉલ કાપી દીધો હોય. પણ, આટલી રેકૉર્ડિંગ પર એ ગ્રુપ માટે પૂરતી હોય છે. આ કૉલ રેકૉર્ડિંગને સાર્વજનિક કરવાની ધમકી આપીને લોકોને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દેવામાં આવે છે. લોકો પોતાની બદનામીના ડરથી પોલીસ પાસે જવાથી અચકાય છે.

યૂપી પોલીસ સાઇબર એક્સપર્ટના કર્મવીર સિંહે જણાવ્યું કે આ રીતે ગ્રુપ એક્ટિવ છે, જે વૉટ્સએપ પર વીડિયો કૉલ કર્યા પછી અશ્લીલ હરકતો કરતાં રેકૉર્ડ કરી લે છે. ત્યાર પછી એ જ રેકૉર્ડિંગના આધારે બ્લેકમેલ કરવામાં આવે છે. એવામાં બચાવ માટે અજાણ્યા નંબર પરથી કૉલ રિસીવ ન કરવા. પીડિતોએ પોલીસને ફરિયાદ કરવી જોઇએ.

સાવચેતીઓ રાખવી

1. અજાણ્યા નંબર પરથી વીડિયો કૉલ રિસીવ ન કરવા.

2. સોશિયલ મીડિયા પ્લેટફૉર્મનો ઉપયોગ કરતા અજાણ્યા લોકોથી દૂર રહેવું.

3. જો કોઇ બ્લેકમેલ કરે છે તો પોલીસને ફરિયાદ કરવી.

meerut sex and relationships sex and the city sexual crime national news whatsapp facebook