ઉત્તરાખંડમાં કુદરતી સંકટ, આભ ફાટવાથી સર્જાયું ભયાવહ દ્રશ્ય, 22 લોકો રેસ્ક્યુ    

19 October, 2021 12:09 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તરાખંઝડનું ફેમસ પર્યટક સ્થળ નૈનિતાલમાં એવું દ્રશ્ય ઉભું થયું છે જે ક્યારેય જોયુ નહીં હોય.

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરાખંડ (uttarakhand) ના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. વહીવટીતંત્ર એલર્ટ પર છે. તેમજ ચાર ધામ યાત્રા બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, સાવચેતીના ભાગરૂપે શાળા -કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે. તેમજ અહીં આવતા પ્રવાસીઓ માટે તેમના ઘરમાં રહેવા માટે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. બિનજરૂરી મુસાફરી ટાળવાનું કહેવામાં આવ્યું છે. પર્વતોમાં વરસાદ બાદ ઘણી નદીઓ ઉથલપાથલમાં છે. મંદાકિની નદીનો પ્રવાહ ખૂબ જ ઝડપી બની ગયો છે. સોમવારે રાજ્ય સરકારે કટોકટીની બેઠક યોજી હતી જેથી કોઈપણ પરિસ્થિતિને સારી રીતે સંભાળી શકાય. ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ સતત વરસાદના કારણે સમસ્યા વધી રહી છે.

એવામાં કેટલીય જગ્યાઓ પર યાત્રીઓ ફસાયા હોવાના અહેવાલ છે. SDRF,ઉત્તરાખંડ પોલીસે માંડ માંડ કરીને યાત્રીઓના જીવ બચાવી તેમને મોડી રાત્રે સુરક્ષિત ગૌરીકુંડ પહોંચાડ્યા હતાં. આ યાત્રીઓ કેદારનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ ફસાયા હતાં અને લોકો પર વરસાદને કારણે કુદરતી સંકટ આવી પહોંચ્યું છે. ગૌરીકુંડ-કેદારનાથ રસ્તા પર મંદાકિની નદીની બીજી તરફ ફસાયેલા ઘાયલ યાત્રીઓ સહિત કેટલાય લોકોને બહાર કાઢવામાં આવ્યાં છે. રાતભર પડેલા મુશળધાર વરસાદ અને તમામ સમસ્યાઓનો સામનો કરીને એસડીઆરએફની ટીમે 22 યાત્રીઓના જીવ બચાવ્યાં છે. 

ઉત્તરાખંઝડનું ફેમસ પર્યટક સ્થળ નૈનિતાલમાં એવું દ્રશ્ય ઉભું થયું છે જે ક્યારેય જોયુ નહીં હોય.  ત્યાં સતત 24 કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે નૈની ઝીલમાં પાણીનું સ્તર વધવાથી પાણી મૉલ અને રસ્તા પર ફરી વળ્યુ છે.  જો કે, હાલ થોડુ પાણી ઉતરી ગયું છે પરંતુ રસ્તાઓ હજી બંધ છે. નૈની ઝીલની આસપાસ રહેતા ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.  હલ્દ્ધાની અને ભવાલી સાથે નૈનીતાલનો સંપર્ક તુટી ગયો છે અને વીજળી સેવા પણ ખોરવાઈ છે. 

મુશળધાર વરસાદને કારણે રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે. આ સાથે જ નૈનીતાલ, રાનીખેત, અલ્મોડા થી હલ્દ્ધાની અને કાઠગોદામ સુધીના રાષ્ટ્રીય માર્ગ અવરોધાયા છે. ઋષિકેશમાં યાત્રી વાહનોને ચંદ્રભાગા પુલ, તપોવન, લક્ષ્મણ ઝુલા અને  મુનિ-કી-રેતી ભદ્રકાલી બૈરિયર પાર કરવા દેવામાં આવી રહ્યાં નથી.

ઉત્તરાખંડના બદરીનાથમાં સતત ભારે વરસાદથી સંકટ ઉભુ થયુ છે. ત્યાંના ચમોલી-બદરીનાથ નેશનલ હાઈવેના લામબગડ નાળામાં એક કાર ફસાઈ ગઈ હતી. ત્યાર બાદ સીમા સડક સંગઠને જેસીબીની મદદથી ભારે જહેમત બાદ કારને બહાર કાઢી હતી. સદ્નસીબે કારમાં બેઠેલા તમામ લોકો સુરક્ષિત છે.  જો કે હાલ આ રૂટ પર ગાડીઓના આવન-જાવન બંધ છે.  

uttarakhand national news