Uttarakhand:રાજ્યમાં મેઘરાજાનો કહેર યથાવત, 16 લોકોના મોત

19 October, 2021 03:19 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ઉત્તરાખંડ રાજ્યમાં આભ ફાટવાથી સ્થિતિ ગંભીર બની છે.  

પ્રતીકાત્મક તસવીર

ઉત્તરાખંડ રાજ્યમાં આભ ફાટવાથી સ્થિતિ ગંભીર બની છે.  ચંપાવત જિલ્લામાં એક ઘર પડવાથી અન્ય બે લોકોના મોત થયા છે, જ્યાં જળ સ્તર વધવાથી એક નિર્માણાધીન પુલ વહી ગયો હતો. તેનો વીડિયો સામે આવ્યો છે, જેને જોઇ મન હચમચી જશે. 

ઉત્તરાખંડમાં છેલ્લા ત્રણ દિવસોથી ભારે વરસાદને કારણે આ પહાડી રાજ્યમાં અરાજકતા અને આપદાના દ્રશ્યો જોવા મળ્યા છે. રસ્તાઓ પાણીથી ભરાયા છે. પુલ તૂટ્યા છે અને નદીઓ તોફાની બની છે. સ્થાનિક લોકો તો પરેશાન છે, તો અનેક જગ્યાઓ પર પર્યટકો પણ ફસાયેલા છે. સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર 16 લોકોના મોત થયા છે અને અનેક લોકો લાપતા છે. ચંપાવત જિલ્લામાં એક ઘર પડવાથી અન્ય બે લોકોના મોત થયા છે, જ્યાં જળસ્તર વધવાને કારણે એક નિર્માણાધીન પુલ વહી ગયો હતો. તેનો વીડયો સામે આવ્યો છે, જે જોઇ તમારુ હદય દ્રવી ઉઠશે. પીએમ મોદીએ સીએમ પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી હતી અને સ્થિતિની સમીક્ષા કરી હતી.

આ પણ વાંચોઃ ઉત્તરાખંડમાં કુદરતી સંકટ, આભ ફાટવાથી સર્જાયું ભયાવહ દ્રશ્ય, 22 લોકો રેસ્ક્યુ


નૈની નદીના પાણી રસ્તાઓ અને ઘરો સુધી પહોંચ્યા છે, પહેલા નહીં જોયો હોય એવી ભયાનત સ્થિતિ ઉભી થઈ છે. સતત થઇ રહેલા વરસાદને કારણે નૈની નદીનું પાણી એટલું વધી ગયું કે, રસ્તાઓ અને ઘરો સુધી પહોંચ્યું હતું. રસ્તાઓ બંધ થયા છે. વીજળી પણ ગુલ છે અને લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરવામાં આવી છે. વરસાદને લીધે નૈનીતાલ, રાનીખેત, અલ્મોડાથી હલ્દ્વાની અને કાઠગોદામ સુધી રસ્તાઓ બંધ થયા છે.

મહત્વનું છે કે, ઉત્તરાખંડમાં અનેક જગ્યાઓ પર સતત થઇ રહેલા વરસાદથી પરેશાની વધી રહી છે, એવામાં અનેક જગ્યાએ યાત્રીઓ ફસાયેલા છે. SDRF અને ઉત્તરાખંડ પોલીસ સતત કામગીરી કરી રહી છે અને ચટ્ટીથી બે યાત્રીને મોડી રાતે સુરક્ષિત ગૌરીકુંડ પહોંચાડ્યા હતા. આ યાત્રીઓ કેદારનાથ મંદિરમાં દર્શન બાદ ફસાયેલા હતા અને વરસાદને લીધે લેન્ડસ્લાઇડ તેમજ મકાનો પડવાનો ખતરો બન્યો છે. ગૌરીકુંડ-કેદારનાથ રસ્તાઓ પર મંદાકિની નદીની બીજી તરફ ફસાયેલા યાત્રીઓ સહિત અનેક લોકોને બહાર નીકાળ્યા હતા. 

 

national news uttarakhand