Coronavirus: કોરોનાવાઇરસની લડતમાં માસ્ટર બ્લાસ્ટરનું 50 લાખ દાન

27 March, 2020 05:16 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: કોરોનાવાઇરસની લડતમાં માસ્ટર બ્લાસ્ટરનું 50 લાખ દાન

સચિન તેંડુલકર

બેટિંગ માસ્ટરો અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે Covid-19નાં રોગચાળા સામેની લડતમાં પોતાની તરફથી પણ માર્યો છે સિક્સર, દાન કર્યા છે 50 લાખ.અત્યાર સુધીમાં 17 ભારતીયોના જીવ આ વાઇરસને કારણે ગયા છે ત્યારે દેશનાં અગ્રણી ખેલાડીઓ પણ આગળ આવીને રોગચાળાને નાથવાની લડાઇમાં પોતાનું યોગદાન નોંધાવી રહ્યા છે.ધોનીએ પણ 1 લાખનાં દાનની જાહેરાત કરી છે.સચિન તેંડુલકરે પ્રાઇમ મિનિસ્ટર રિલીફ ફંડમાં અને મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી રિલિફ ફંડમાં એમ બંન્ને ફંડમાં 25 લાખનું ડોનેશન જાહેર કર્યું છે, આમ કૂલ 50 લાખનુ ડોનેશન આપવાની જાહેરાત કરી છે. આ ઘટના વિષે જાણનાર સુત્રોએ કહ્યું હતું કે સચિન બંન્ને રાહત ફંડમાં યોગદાન આપવા માગતો હતો. તેંડુલકર ઘણાં ચેરિટી કાર્યોમાં પ્રવૃત્ત છે.ધોનીએ ૧ લાખ ડોનેશનની જાહેરાત કરી તેનાથી નેટિઝન્સ તેની પર અકળાયા અને લખ્યું કે જેની પોતાની નેટ વર્થ 800 કરોડ હોય તે આટલું ઓછું દાન આપે તો કેવી રીતે ચાલે.

sachin tendulkar coronavirus covid19 ms dhoni