બાળકો સાથે દુષ્કર્મની ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમઃ PIL દાખલ કરી

13 July, 2019 06:11 PM IST  |  નવી દિલ્હી

બાળકો સાથે દુષ્કર્મની ઘટનાઓ અંગે સુપ્રીમ કોર્ટ લાલઘૂમઃ PIL દાખલ કરી

દેશભરમાં બાળકો સાથે બળાત્કારની વધી રહેલા સંખ્યા અંગે કડક કાર્યવાહી માટે સુપ્રીમ કોર્ટે પીઆઇએલ દાખલ કરી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ બાળકો સાથે બળાત્કારની ઘટનાઓને લઈને ચિંતામાં છે. તેમણે સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રી પાસેથી સમગ્ર દેશમાં પ્રથમ જાન્યુઆરીથી અત્યાર સુધીના બળાત્કાર મામલે દાખલ કરાયેલી એફઆઇઆર અને આ અંગે કરાયેલી કાયદાકીય કાર્યવાહીના આંકડા તૈયાર કરવા જણાવ્યું છે.

રજિસ્ટ્રીએ દેશની તમામ હાઈ કોર્ટ પાસેથી આંકડા મગાવ્યા છે. આ આંકડા મુજબ, પ્રથમ જાન્યુઆરીથી ૩૦ જૂન સુધી બળાકો સાથે રૅપના ૨૪ હજાર કેસ દાખલ કરાયા છે. આ દુર્ભાગ્યપૂર્ણ યાદીમાં ઉત્તર પ્રદેશ ૩૪૫૭ કેસ સાથે મોખરે છે. જ્યારે નાગાલૅન્ડમાં સૌથી ઓછા ૯ કેસ દાખલ કરાયા છે.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

બાળકો સાથેના રૅપના સંવેદનશીલ કેસમાં પણ પોલીસની બેદરકારી એટલી હદ સુધી છે કે ૫૦ ટકા એટલે કે ૧૭૭૯ કેસોની તપાસ પૂરી જ થઈ નથી. મધ્ય પ્રદેશ ૨૩૮૯ કેસ સાથે બીજા નંબરે છે પરંતુ પોલીસે ૧૮૪૧ કેસોમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ દાખલ કરી છે. નીચલી કોર્ટે ૨૪૭ કેસમાં ટ્રાયલ પણ પૂર્ણ કરી છે.

Crime News new delhi