અંતે મહારાષ્ટ્રમાં ભાજપા-શિવસેના ગઠબંધન, જાણો કોણ કેટલી સીટ પર લડશે?

18 February, 2019 09:40 PM IST  | 

અંતે મહારાષ્ટ્રમાં ભાજપા-શિવસેના ગઠબંધન, જાણો કોણ કેટલી સીટ પર લડશે?

ભાજપા-શિવસેના વચ્ચે ગઠબંધન

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે લડશે. બન્ને દળો વચ્ચે સીટો માટે ચાલી રહેલી ચર્ચાનો અંત આવ્યો છે અને સહમતિ બની છે. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ 25 અને શિવશેના 23 સીટો પર લડશે. જ્યારે વિધાન સભા ચૂંટણીમાં 24-24 સીટો પર લડશે. પ્રેસ કોન્ફરન્સ દ્વારા ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડ્ણવીસે જાહેરાત કરી હતી.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડ્ણવીસે જાહેરાત સાથે કહ્યું હતું કે, ભાજપ અને શિવસેના વચ્ચે થોડા મતભેદો થયા હતા પરંતુ બન્ને પક્ષોની વિચારસરણી એક જ છે. છેલ્લા 25 વર્ષોથી ભાજપ અને શિવસેના એકસાથે કામ કરી રહ્યું છે. રાષ્ટ્રવાદી વિચાર લઈને ચાલનારા પક્ષોનું એક થવુ જરુરી છે. અમે લોકસભા અને વિધાન સભા ચૂંટણી સાથે જ લડીશું. આ સાથે સમસ્યાઓનું નિવારણ લાવવા પણ પ્રયત્ન કરાશે. ખેડૂતો સાથે જોડાયેલી સમસ્યાઓનું નિવારણ પણ જલદીથી લવાશે.'

 

આ પણ વાંચો: ભાજપ-શિવસેનાની યુતિ થવાની પૂરી શક્યતા, ૨૫:૨૩ની ફૉમ્યુર્લા માન્ય

 

મતભેદ જરૂર પણ મન સાફ: ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, 'મતભેદ છે પણ મન સાફ છે. રામ મંદિરનો મુદ્દો હંમેશા ઉઠાવતા રહીશું. અમારા વચ્ચે જે મતભેદ છે તે વિશે વાત થઈ ગઈ છે અને પ્રયત્ન કરીશું કે આ મતભેદ ફરી ન થાય.' આ અવસર પર ઉદ્ધવ ઠાકરેએ પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાજંલી આપી હતી

devendra fadnavis shiv sena amit shah