વડાપ્રધાન મોદીનું વોશિંગ્ટનમાં ભવ્ય સ્વાગત, આજે કંપનીઓના CEO સાથે કરશે મુલાકાત

23 September, 2021 09:33 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ભારતીય સમયાનુસાર પીએમ મોદી ગુરુવારે સવારે વોશિંગ્ટન પહોંચ્યા હતાં, જ્યાં ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( ફાઈલ ફોટો)

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર છે.  ભારતીય સમયાનુસાર પીએમ મોદી ગુરુવારે સવારે વોશિંગ્ટન પહોંચ્યા હતાં, જ્યાં ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજથી જ પીએમ મોદી તેમની બેઠકોનો દોર શરૂ કરશે, જે મુજબ પહેલા દિવસે કેટલીય કંપનીઓના સીઈઓ સાથે વડાપ્રધાન મોદી મુલાકાત કરશે. 

એરપોર્ટ પર વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત 

કોરોના કાળ વચ્ચે પહેલી વાર પીએમ મોદીની કોઈ મોટી વિદેશી યાત્રા થઈ રહી છે. ગુરુવારે સવારે સાડા ત્રણ વાગ્યાની આસપાસ વડાપ્રધાન વોશિંગ્ટન પહોંચ્યા હતાં. જયાં એરપોર્ટ પર ભારતીય સમુદાય દ્વારા પીએમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના આગમનને કારણે એરપોર્ટ પર ભારે ભીડ જોવા મળી હતી.  પીએમ મોદીએ આ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આ સાથે જ વડાપ્રધાને ટ્વિટર પર કેટલીક તસવીર શેર કરી હતી. 
 
આજે વડાપ્રધાન મોદીને કેટલીય મહત્વની મુલાકાત છે, જેમાં તેઓ પ્રખ્યાત કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કૉટ મૉરિસન સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે. 

પીએમ મોદીનો સમગ્ર કાર્યક્રમ (ભારતીય સમયનુસાર) 23 સપ્ટેમ્બર, ગુરુવાર

7.15 PM: ક્યુઅલકોમના સીઇઓ ક્રિસ્ટિયાનો એમોન સાથે બેઠક.
7.35 PM: એડોબના ચેરમેન સાથે બેઠક.
7.55 PM: માર્ક વિડમરને મળો, પ્રથમ સોલ
8.15 PM: જનરલ એટોમિક્સના CEO સાથે બેઠક.
8.35 PM: બ્લેકસ્ટોનના CEO સાથે બેઠક.
11 PM: ઓસ્ટ્રેલિયન પીએમ સ્કોટ મોરિસન સાથે મુલાકાત

24 સપ્ટેમ્બર, શુક્રવાર

12.45 am: ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને મળ્યા
03.00 AM: જાપાની પીએમ સાથે મુલાકાત

પોતાની ત્રણ દિવસની મુલાકાતે પીએમ મોદી અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. બંને નેતાઓ વચ્ચે આ પ્રથમ મુલાકાત હશે.આ સિવાય પીએમ મોદી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને પણ મળવાના છે. પીએમ મોદીએ ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેવાનો છે.આ સાથે જ વડાપ્રધાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે.

અફઘાનિસ્તાનમાં તાજેતરના વિકાસ, કોરોના સંકટ, રસીકરણ સહિત તમામ મુદ્દાઓ પર ભારતની ભૂમિકા ખૂબ મહત્વની છે, જેની વૈશ્વિક સ્તર પર અસર પહોંચી છે.  તેવામાં પીએમ મોદીના આ પ્રવાસને ખુબ જ અગત્યનો માનવામાં આવી રહ્યો છે. 

national news narendra modi united states of america washington