12 September, 2025 08:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંજય ગાંધી નૅશનલ પાર્ક
સંજય ગાંધી નૅશનલ પાર્ક (SGNP) માટે ઝોનલ માસ્ટરપ્લાન (ZMP)નો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ બુધવારે આ પ્લાન જાહેર કરીને ૩૦ દિવસના સમયગાળામાં જનતા પાસેથી વાંધા અને સૂચનો મગાવ્યાં છે.
ZMP મુજબ SGNPના ઇકો-સેન્સિટિવ ઝોનની જાળવણી માટે વન્યજમીન પર સીમાંકન કરવામાં આવશે. એની સાથે જ વન્યજમીનના ઉપયોગ અને વિકાસ તથા પર્યાવરણને થતા નુકસાનને ઘટાડવા, પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોનો પ્રસાર રોકવા માટે મહત્ત્વનાં પગલાં લેવામાં આવશે.
ગામડાં, આદિવાસી વસ્તી અને જળાશયોના પ્રશ્નો પણ ZMPમાં આવરી લેવામાં આવ્યા છે. મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ ઍન્ડ ક્લાઇમેટ ચેન્જ (MOEFCC)એ ૨૦૧૮માં ZMP તૈયાર કરવાનો નિર્દેશ કર્યો હતો. સમયમર્યાદા ચૂકવાનાં ૭ વર્ષ બાદ BMCએ ZMPનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.