જે સારું કામ કરે તેને આપવો જોઈએ મતઃ ડાયમંડ કિંગ ભરત શાહ

13 April, 2019 05:06 PM IST  |  મુંબઈ

જે સારું કામ કરે તેને આપવો જોઈએ મતઃ ડાયમંડ કિંગ ભરત શાહ

જાણો ચૂંટણી વિશે શું કહે છે ભરત શાહ

જાણીતા ફિલ્મ ફાયનાન્સર અને ડાયમંડ કિંગ ભરત શાહે લોકસભા ચૂંટણીને લઈને પોતાનો મત આપ્યો છે. જેમણે કહ્યું કે આ વખતે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના સાથે મળી ગયા છે એટલે તેઓ ચૂંટણી જીતશે. ભરત શાહના પ્રમાણે, 'મહારાષ્ટ્રમાં તો આ સવાલ જ નથી કારણ કે બીજેપી અને શિવસેનાએ આજે હાથ મેળવી દીધા છે. અને તેથી કરીને ભાજપા અને શિવસેના મેજોરિટીથી આ ચૂંટણી જીતશે. આ બંને પક્ષની યુતિના કારણે મહારાષ્ટ્રમાં ઘણો સારો વિકાસ થશે.'

આ પણ વાંચોઃ શિવસેનાનો વિરોધ પડ્યો ભારે, કિરીટ સોમૈયાના સ્થાને આ ગુજરાતીને સ્થાન

સારું કામ કરે તેને આપો મત
સાઉથ મુંબઈમાં કોણ ચૂંટણી જીતશે તેના જવાબમાં ભરત શાહે કહ્યું કે, 'સાઉથ મુંબઈમાં એવું છે કે જેણે પણ સારું કામ કર્યું હોય તેવા યોગ્ય વ્યક્તિને મત આપવો જોઈએ. પછી કે વિરોધ પક્ષનો ઉમેદવાર હોય અને તેણે સારું કામ કર્યું હોય કે તેને વોટ આપવો જોઈએ.' સાથે તેમણે એમ પણ કહ્યું કે આજે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ આખા ભારતમાં જે રીતે કામ કર્યું છે, વડાપ્રધાનજીએ આખા વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે આખા દેશમાં જે વિકાસ થયો છે તેને જોતા ભારતીય જનતા પાર્ટી મેજોરિટીથી જીતશે તેવું ભરત શાહનું માનવું છે.

bharatiya janata party congress mumbai Loksabha 2019