26 September, 2025 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિવાની ગાંધી
કાંદિવલી-ઈસ્ટમાં રામકિશન મેસ્ત્રી ચાલમાં ગૃહઉદ્યોગની એક દુકાનમાં ગૅસનું સિલિન્ડર ફાટતાં ૭ લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. એમાં ગૃહઉદ્યોગ ચલાવતાં શિવાની ગાંધી ૯૫ ટકા જેટલાં દાઝી ગયાં હતાં. શિવાની ગાંધી ઉપરાંત ૩ લોકોને અત્યારે ઐરોલીની નૅશનલ બર્ન્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તેમની સર્જરી ચાલી રહી છે.
નૅશનલ બર્ન્સ હૉસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. સુનીલ કેશવાણીએ જણાવ્યું હતું કે ‘શિવાની ગાંધી અને જાનકી ગુપ્તાના ઘા ઊંડા છે અને તેમના શ્વાસમાં વધુ પ્રમાણમાં ધુમાડો ગયો હોવાથી તેમની સર્જરી ખૂબ પડકારજનક છે. આજે તેમની સર્જરી કરવામાં આવશે. અન્ય એક ઈજાગ્રસ્તની સ્કિન-બૅન્કમાંથી સ્કિન લઈને સર્જરી કરવામાં આવી છે.’ બાકીના ઈજાગ્રસ્તોને કસ્તુરબા હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.