થાણેમાં સીલિંગનું પ્લાસ્ટર પડતાં માતા-પુત્રને ઈજા

09 August, 2022 11:17 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્નેને કળવાની કૉર્પોરેશનની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતા

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના થાણે શહેરમાં સોમવારે ઘરના સીલિંગનું પ્લાસ્ટર પડતાં માતા-પુત્રને ઈજા થઈ હતી.

થાણે રીજનલ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલ (આરડીએમસી)ના વડા અવિનાશ સાવંતે જણાવ્યા પ્રમાણે પરિવારજનો બાળકુમ પાડા વિસ્તારમાં આવેલા તેમના ઘરે ગાઢ નિદ્રામાં હતા એ સમયે મળસ્કે ૩.૫૦ વાગ્યે આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક ફાયરમેન અને આરડીએમસીની ટીમ ઘટનાસ્થળે દોડી ગયાં હતાં.

આ ઘટનામાં ૪૪ વર્ષની મહિલા અને તેના ૨૦ વર્ષના પુત્રને ઈજા થઈ હતી. બન્નેને કળવાની કૉર્પોરેશનની હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હોવાનું અધિકારીએ ઉમેર્યું હતું.

mumbai mumbai news thane