✕

ઘાટકોપર સ્ટેશનના લેડીઝ વૉશરૂમમાં મહિલા પર જાતીય હુમલો

28 November, 2026 09:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુરુવારે રાતે ૧૧.૨૦ વાગ્યે પ્લૅટફૉર્મ ૨-૩ પર બનેલી ઘટના બાદ CCTV કૅમેરાનાં ફુટેજના આધારે GRPએ આરોપીની શોધખોળ શરૂ કરી.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઘાટકોપર રેલવે-સ્ટેશન પર ગુરુવારે રાતે એક અજાણ્યા યુવકે લેડીઝ વૉશરૂમમાં ઘૂસીને એક મહિલા પર જાતીય હુમલો કર્યો હતો. આ ઘટના બાદ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ આરોપીની ઓળખ કરીને તેને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે.

રેલવે ઑથોરિટીના પ્રાથમિક રિપોર્ટ મુજબ આ ઘટના ૨૬ નવેમ્બરે રાતે ૧૧.૧૫ વાગ્યે બની હતી. તે તેની દીકરી સાથે ખડવલી જતી ટ્રેન પકડવા માટે સ્ટેશન પર આવી હતી. મહિલા પ્લૅટફૉર્મ-નંબર બે અને ૩ના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) તરફના છેડે આવેલા લેડીઝ વૉશરૂમમાં ગઈ હતી ત્યારે એક અજાણ્યો યુવક અંદર ઘૂસી આવ્યો હતો અને તેણે જાતીય હુમલો કર્યો હોવાનું મહિલાએ તપાસમાં જણાવ્યું હતું.

આ ઘટના બાદ મહિલાને મેડિકલ તપાસ માટે ઘાટકોપરની રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ઘટનાક્રમ જાણવા માટે રેલવે-ઑથોરિટીએ આ વિસ્તારના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. પ્રાથમિક રિપોર્ટ મુજબ મહિલા રાતે લગભગ ૧૧.૧૨ વાગ્યે વૉશરૂમમાં જતી અને ૧૧.૨૨ વાગ્યે બહાર આવતી જોવા મળી હતી. આ જ સમયગાળા દરમ્યાન એક શંકાસ્પદ યુવક પ્લૅટફૉર્મ નંબર બે તરફથી વૉશરૂમમાં પ્રવેશતો અને રાતે લગભગ ૧૧.૧૯ વાગ્યે ઉતાવળે બહાર નીકળતો દેખાયો હતો. ફુટેજની વધુ તપાસ કરતાં આ યુવક નજીકના મેટ્રો સ્ટેશન તરફ જતો જોવા મળ્યો હતો.

ghatkopar sexual crime government railway police mumbai railways indian railways news mumbai mumbai news mumbai police Crime News mumbai crime news