કોરોનાના કેસ ૨૦૦ની અંદર: પૉઝિટિવિટી રેટ ૦.૫૪ ટકા

26 November, 2021 10:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈમાં કુલ સાજા થયેલા દરદીઓની સંખ્યા હવે ૭,૪૦,૭૦૯ પહોંચી છે. મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ ગઈ કાલે ૨૬૧૬ દિવસ થઈ ગયો હતો અને ઍક્ટિવ સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૧૬ હતી.

પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં ગઈ કાલે ૩૩,૧૦૮ લોકોની કોરોનાની ટેસ્ટ કરાઈ હતી. એમાંથી ૧૭૯ જણની ટેસ્ટ પૉઝિટિવ આવી હતી. પૉઝિટિવિટી રેટ ઘટીને ૦.૫૪ ટકા જેટલો રહ્યો હતો. ગઈ કાલે મુંબઈમાં કોરાનાને કારણે ૪ મૃત્યુ નોંધાયાં હતાં. મૃતકોમાં એક પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થતો હતો. ગઈ કાલે નોંધાયેલા ૧૭૯ પૉઝિટિવ કેસને ગણતરીમાં લેતાં અત્યાર સુધીના પૉઝિટિવ કેસનો કુલ આંકડો હવે ૭,૬૧,૯૫૫ પર પહોંચી ગયો છે. એની સામે ગઈ કાલે ૧૬૨ દરદીઓ કોરોનામાંથી સાજા થયા હતા. મુંબઈમાં કુલ સાજા થયેલા દરદીઓની સંખ્યા હવે ૭,૪૦,૭૦૯ પહોંચી છે. મુંબઈમાં કોરોનાનો ડબલિંગ રેટ ગઈ કાલે ૨૬૧૬ દિવસ થઈ ગયો હતો અને ઍક્ટિવ સીલ કરાયેલી ઇમારતોની સંખ્યા ૧૬ હતી. ગઈ કાલે કુલ ૧,૫૯૫ હાઈ રિસ્ક કૉન્ટૅક્ટને શોધી કાઢવામાં આવ્યા હતા. એમાંના ૫૩૮ લોકોને સાવચેતી ખાતર કોરોના કૅર સેન્ટર્સમાં સારવાર માટે મોકલી અપાયા હતા.

Mumbai mumbai news coronavirus covid vaccine covid19