ગુજરાતી રાજીવની કંપનીમાં જૅપનીઝ જાયન્ટે શું કામ ઇન્વેસ્ટમેન્ટ કર્યું?

15 January, 2023 07:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજકોટમાં મોટા થયેલા રાજીવ ચુડાસમાની ક્રીએટિવ ડિઝાઇનિંગ કંપની ‘માર્ચિંગ ઍન્ટ્સ’નું ફિલ્મ-પબ્લિસિટીનું કામ એવું તો અદ્ભુત છે કે દુનિયાની સેકન્ડ નંબરની લાર્જેસ્ટ ઍડ્વર્ટાઇઝિંગ જૅપનીઝ કંપની હાકુહોડોએ કરોડ રૂપિયા ખર્ચીને સ્ટેક લીધો

નીચેની હરોળમાં (ડાબેથી જમણે) સૌથી પહેલો રાજીવ ચુડાસમા અને ત્રીજા નંબરે હાકુહોડોના સીઈઓ કોસુકે કટાઓકા.

મુંબઈ : શાહરુખ ખાનની ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’થી લઈને શાહરુખ ખાનની બાયોગ્રાફી ‘SRK’, પ્રભાસની ઇન્ડિયન સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મ ‘બાહુબલી’થી લઈને કમલ હાસનની ‘ઇન્ડિયન’, ટાઇગર શ્રોફની ‘બાગી’થી લઈને અક્ષયકુમારની ‘બચ્ચન પાંડે’, રણબીર કપૂરની ‘અન્જાના-અન્જાની’થી લઈને અમિતાભ બચ્ચનની હમણાં રિલીઝ થયેલી ‘ઊંચાઈ’ જેવી ૬૦૦થી વધુ ફિલ્મો, સાથોસાથ સોની ટીવીના શો ‘કૌન બનેગા કરોડપતિ’ અને સોની ટીવીના ક્રીએટિવ રીલૉન્ચિંગથી માંડીને અનેક વેબ-સિરીઝ અને કૉર્પોરેટ કંપનીનું ક્રીએટિવ ડિઝાઇનિંગ કરતી ઇન્ડિયાની માર્ચિંગ ઍન્ટ્સ કંપનીમાં જપાનની નંબર વન અને દુનિયાની સેકન્ડ લાર્જેસ્ટ ઍડ્વર્ટાઇઝિંગ કંપની હાકુહોડોએ સ્ટેક લઈને ઇન્ડિયન ક્રીએટિવ કન્સેપ્ટ-માર્કેટમાં એન્ટ્રી કરી છે.

બહુ ઓછા લોકો જાણે છે કે માર્ચિંગ ઍન્ટ્સ કંપનીના એક ગુજરાતી અને ટેન્થ સુધી રાજકોટમાં ભણીને મોટા થયેલા રાજીવ ચુડાસમા કો-ફાઉન્ડર અને ક્રીએટિવ હેડ છે. રાજીવ ચુડાસમાએ વીટીવીને કહ્યું કે ‘આ પાર્ટનરશિપથી માર્ચિંગ ઍન્ટ્સનું ફલક મોટું થશે. વર્લ્ડ સિનેમામાં કોરિયા અને હૉલીવુડ બહુ મોટું પ્રભુત્વ ધરાવે છે. હાકુહોડો ત્યાં બહુ મોટું વેઇટેજ ધરાવે છે. માર્ચિંગ ઍન્ટ્સના ક્રીએટિવ્ઝથી ઇમ્પ્રેસ થઈને તેમણે કંપનીમાં સ્ટેક લીધો છે. હવે માર્ચિંગ ઍન્ટ્સ કોરિયન અને હૉલીવુડની ફિલ્મોની પબ્લિસિટી ડિઝાઇનિંગનું કામ કરશે.’

જૅપનીઝ ક્રીએટિવ કંપની હાકુહોડો અમેરિકા અને લંડન સહિત દુનિયાના ૩૦ દેશમાં ઑફિસ ધરાવે છે.

mumbai mumbai news Shah Rukh Khan akshay kumar amitabh bachchan