હમ શારુખભાઈ કે આદમી હૈં, તુમકો હમ દિખાતે હૈં હમ ક્યા હૈ‍ં

16 April, 2024 07:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બે ટીનેજર દારૂના નશામાં હોવાનું એક સ્થાનિક મહિલાએ ઇશારાથી કહ્યું હતું

શાહ રૂખ ખાન

બાંદરામાં રવિવારે સલમાન ખાનના ઘર નજીક થયેલા ફાયરિંગના કેસની તપાસમાં પોલીસ વ્યસ્ત હતી ત્યારે બાંદરાના બૅન્ડસ્ટૅન્ડ પર બે ટીનજરોને પોલીસે દારૂ અને સિગારેટ પીતાં અટકાવ્યા ત્યારે આ બન્ને જણે ‘હમ શારુખભાઈ કે આદમી હૈં, તુમ કો હમ દિખાતે હૈં હમ ક્યા હૈં’ કહીને કૉન્સ્ટેબલની મારઝૂડ કરી હતી. અંતે પોલીસે ૧૯-૧૯ વર્ષના જાવેદ ખાન અને અમીન શેખની સરકારી કામમાં અડચણ ઊભી કરવા બદલ તથા સરકારી કર્મચારી પર હાથ ઉપાડવા બદલ ધરપકડ કરી હતી.

બાંદરાના બૅન્ડસ્ટૅન્ડ વિસ્તારમાં પૅટ્રોલહીટ-સ્ટ્રોકિંગ કરી રહેલા પોલીસ-કૉન્સ્ટેબલ વૈભવ દેશપાંડેને બારિસ્તા કૅફે સામેથી પસાર થતા બે ટીનેજર દારૂના નશામાં હોવાનું એક સ્થાનિક મહિલાએ ઇશારાથી કહ્યું હતું. ત્યાર બાદ બન્નેની પૂછપરછ કરવા ગયેલા વૈભવ દેશપાંડેને તેમણે ગાળો આપીને દારૂની બૉટલ મારી હતી. 

mumbai news mumbai bandra mumbai crime news mumbai police