પશ્ચિમનાં ઉપનગરો બન્યાં છે ઘર ખરીદનારાઓની પ્રથમ પસંદગી

30 March, 2024 12:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અવરજવરની સુગમતા, વધુ સારી કનેક્ટિવિટી અને અભૂતપૂર્વ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધાં પરિબળોની સાથોસાથ ઉત્તમ લાઇફસ્ટાઇલ ઍમેનિટીઝને કારણે ઘર ખરીદવા ઇચ્છતા લોકો માટે પશ્ચિમનાં ઉપનગરો પ્રથમ પસંદગી બની ગયાં છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

છેલ્લાં કેટલાંક વર્ષોમાં પશ્ચિમનાં પરાંમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અદ્ભુત વિકાસ થયો છે, જેને પગલે અફૉર્ડેબલ શ્રેણીમાં ઘણાં ઘર ઉપલબ્ધ થયાં છે અને આ વિસ્તાર રહેણાક-કેન્દ્ર બની ગયો છે. અહીં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપરાંત રોજગારનાં કેન્દ્રો પણ નજીક છે અને એકંદરે જીવનશૈલી આરામદાયક છે. વળી, અહીં શૈક્ષણિક સંસ્થાઓ અને આરોગ્ય સેવા તથા કમર્શિયલ કૉમ્પ્લેક્સ જેવી જરૂરિયાતો પણ પૂરી થાય છે. આ બધાં પરિબળો ઘર ખરીદવા ઇચ્છતા લોકોને આકર્ષી રહ્યાં છે.

અમે પશ્ચિમનાં ઉપનગરોની વધતી જતી લોકપ્રિયતા વિશે શહેરના ખ્યાતનામ ડેવલપર્સ સાથે વાત કરીને તેમનાં મંતવ્ય જાણીને અહીં રજૂ કર્યાં છે ઃ હરિ નાયર, આરએનએ બિલ્ડર્સ (એનજી)

પોતાના સપનાનું ઘર વસાવવા ઇચ્છુક લોકોને પશ્ચિમનાં ઉપનગરો ઘણાં પસંદ પડે છે એને માટેનાં અનેક કારણો છે. એક કારણ એટલે તળમુંબઈ સાથેની કનેક્ટિવિટી. આ વિસ્તારમાં હવે મેટ્રોની ઉપલબ્ધતા હોવા ઉપરાંત નવા રોડ બન્યા છે અને રેલવેએ પણ સુવિધામાં ઉમેરો કર્યો છે. આ રીતે લોકોની અવરજવર સુગમ બની છે.

અહીં ખાસ જણાવવાનું કે મીરા રોડમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ઘણી સારી રીતે થયો છે. હાલ બની રહેલા નવા રસ્તાઓને લીધે મીરા રોડ સુધી પહોંચવાનું આસાન થઈ જશે. દા.ત. નવા કોસ્ટલ રોડને લીધે નરીમાન પૉઇન્ટથી મીરા રોડ સુધીનું અંતર કાપવામાં ફક્ત ૫૦ મિનિટ લાગશે. આ રોડ બનવામાં ત્રણથી ચાર વર્ષ લાગશે. એકાદ-બે વર્ષમાં લિન્કિંગ રોડ પણ મીરા રોડ સુધી લંબાઈ જશે અને પ્રવાસ સુગમ બની જશે. એ ઉપરાંત આગામી દિવસોમાં મીરા રોડના આકર્ષણમાં વધારો કરનારા અનેક સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ તૈયાર થઈ રહ્યા છે.

તમે પશ્ચિમનાં ઉપનગરોની ઉત્તર તરફ જઈને પરવડે એવું ઘર ખરીદી શકો છો અને શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા પરિવહનની સુવિધાઓને લીધે મળતી કનેક્ટિવિટીનો લાભ લઈને અવરજવર સરળ બનાવી શકો છો. આ રીતે પશ્ચિમનાં ઉપનગરોના લોકોને બધાં જ સાનુકૂળ પરિબળોનો લાભ મળી શકે છે.

અમારા પ્રોજેક્ટ્સ શહેરમાં વિકાસ પામી રહેલા રહેણાક વિસ્તારોમાંથી એકમાં સાકાર થઈ રહ્યા છે. આ વિસ્તારમાં મોટા પાયે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ તૈયાર થયા છે અને મેટ્રો, લિન્ક રોડના વિસ્તરણ તથા નવા કોસ્ટલ રોડને લીધે વધુ સારી કનેક્ટિવિટી ઉપલબ્ધ થવાની છે. નજીકના ભવિષ્યમાં આ બધી બાબતો રહેવાસીઓનું જીવન સુવિધાપૂર્ણ અને પ્રવાસ સુગમ બનાવશે.

યોગેશભાઈ મહેતા, નીલયોગ ગ્રુપ

મુંબઈ એક સીધમાં ફેલાયેલું શહેર છે. છેલ્લાં થોડાં વર્ષોમાં અહીં મેટ્રોને કારણે બે અલગ-અલગ છેડાઓને સાંકળવામાં આવ્યા છે. પરંપરાગત રીતે નરીમાન પૉઇન્ટ અને ફોર્ટ એ બે જ બિઝનેસ સેન્ટર હતાં. પશ્ચિમ લાઇનમાં ઍરપોર્ટ હતું, જે રેલવેલાઇન તથા પશ્ચિમ એક્સપ્રેસ હાઇવેથી સંકળાયેલું હતું. આ કનેક્ટિવિટીને લીધે પશ્ચિમનાં ઉપનગરો ફૂલ્યાં-ફાલ્યાં છે. દેશના વિવિધ ભાગોમાંથી આવેલા લોકોએ અહીં સમુદાયમાં રહેવાનું શરૂ કર્યું. છેલ્લાં વર્ષોમાં બિઝનેસ-કેન્દ્રો પણ વધી ગયાં છે, જેમાં મલાડ અને અંધેરી મોટાં કેન્દ્રો બન્યાં છે. પશ્ચિમનાં પરાંમાં વન્ય વિસ્તાર પણ આવી ગયો છે અને લોકોને અહીં પોતાના સપનાના ઘરમાં વસવાટ કરવાનું ગમે છે.

મેટ્રો અને હાઇવેને લીધે હવે મુંબઈમાં કનેક્ટિવિટી ઘણી સુધરી ગઈ છે અને અનેક સમુદાયો-સમૂહો અહીં વસવાટ કરવા લાગ્યા છે. અહીંની સાંસ્કૃતિક વિવિધતા પણ સામાજિક જીવનનું મહત્ત્વપૂર્ણ પાસું છે, જેનાથી લોકો અહીં ઘર ખરીદવા આકર્ષાય છે.

લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગી એવા મૉલ, મલ્ટિપ્લેક્સ, થીમ પાર્ક, રેસ્ટોરાં, હૉસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓનો પણ આ વિસ્તારમાં વિકાસ થયો છે. અમારા પ્રોજેક્ટ્સ ઘર ખરીદવા ઇચ્છુક લોકોની આકાંક્ષાઓને સંતોષનારા હોય છે. અમારી પાસે 1 અને 2 BHKનાં અફૉર્ડેબલ ઘર છે, જેમાં મેઇન્ટેનન્સ ઓછું છે. વળી, અમારા પ્રોજેક્ટ્સ રેલવે-સ્ટેશન અને મેટ્રો સ્ટેશનની નજીક છે. એમાં અમે સારી ઍમેનિટીઝ તથા સિક્યૉરિટી સિસ્ટમ્સ પૂરી પાડીએ છીએ. પઝેશન પણ વહેલું જ આપી દઈએ છીએ.

ભવ્ય શાહ, ઓરિજિન રિયલ્ટર્સ

પશ્ચિમનાં ઉપનગરો ઘરના ખરીદદારો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગયાં હોવા પાછળ અનેક કારણો છે, જેમ કે અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સક્ષમ છે. બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ અને અંધેરી જેવાં કમર્શિયલ કેન્દ્રો સાથેની કનેક્ટિવિટી ઘણી સારી છે, સામાજિક સુવિધાઓ પૂરતા પ્રમાણમાં છે, રિયલ એસ્ટેટનો વિકાસ સતત થઈ રહ્યો છે અને વર્તમાન યુગની જીવનશૈલી ઉપલબ્ધ છે. લોકોને રહેવાની તથા અવરજવરની સુગમતાની સાથે-સાથે આધુનિક જીવનશૈલી અને ઊંચું જીવનધોરણ જોઈતાં હોય છે, જે અહીં ઉપલબ્ધ છે. 
પશ્ચિમનાં ઉપનગરોમાં ઘરની ખરીદી કરવા પ્રેરનારાં અનેક પરિબળો છે, જેમ કે...

૧. સક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસની સુગમતા.
૨. મુખ્ય કમર્શિયલ કેન્દ્રોની નિકટતા, જેનાથી નોકરી-ધંધા માટેની અવરજવર સુગમ બને છે.
૩. મૉલ, રેસ્ટોરાં, શાળા-કૉલેજ, હૉસ્પિટલ વગેરે જેવી સામાજિક સુવિધાઓ અહીં ઘણા મોટા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાથી સારું જીવનધોરણ શક્ય બને છે. 
૪. રિયલ એસ્ટેટનો સતત વિકાસ થઈ રહ્યો હોવાથી સારામાં સારી ઍમેનિટીઝ આપનારાં આધુનિક લક્ઝરી કૉમ્પ્લેક્સ તૈયાર થઈ રહ્યાં છે.
૫. વિવિધતાપૂર્ણ કૉસ્મોપૉલિટન કલ્ચર છે, જે જીવનનો ઉમંગ વધારે છે.
૬. સુવિધાપૂર્ણ જીવન માટેની સગવડ અને હરિયાળી.
આ બધાં પરિબળો ઘર ખરીદનારાઓને જોઈતાં હોય છે, જે અહીં ઉપલબ્ધ છે. 
અમારા પ્રોજેક્ટ્સમાં ખરીદનારાઓની તમામ આશાઓ-આકાંક્ષાઓ સંતોષાય છે, જેમાં આ મુજબની વિશેષતાઓ છે ઃ
સ્થળ ઃ પશ્ચિમનાં પરાં શાંતિપૂર્ણ છે અને સાથે-સાથે શહેરોમાં જોઈતી બધી જ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. અમે આ પરાંમાં મોકાની જગ્યાએ પ્રોજેક્ટ્સ બનાવતા હોવાથી ખરીદનારાઓ આકર્ષાય છે. તેમને અમારે ત્યાં શહેરની સુવિધાઓ અને શાંતિપૂર્ણ વાતાવરણ મળી રહે છે. 
આધુનિક ઍમેનિટીઝ ઃ અમે વીજળીનો અસરકારક ઉપયોગ કરનારાં ઉપકરણો, સ્માર્ટ હોમ ટેક્નૉલૉજી, પૂરતું સ્ટોરેજ પૂરાં પાડીએ છીએ. અમારા ફ્લોર પ્લાન વર્તમાન જીવનશૈલીને અનુકૂળ આવે એવા હોય છે. 
આઉટડોર ખુલ્લી જગ્યા ઃ સરસ રીતે તૈયાર કરાયેલાં ગાર્ડન, પૅટિઓ કે બાલ્કની જેવી મોકળાશભરી જગ્યાઓ પ્રોજેક્ટનું આકર્ષણ વધારે છે. ખાસ કરીને એવા લોકો માટે, જેઓ ઘરની આસપાસની જગ્યાને પણ મહત્ત્વ આપતા હોય.

સામુદાયિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઃ શાળાઓ, પાર્ક, શૉપિંગ સેન્ટર અને મનોરંજનની સુવિધાઓ નજીકમાં હોય છે, જેને અમે ખૂબ મહત્ત્વ આપીએ છીએ. 
સુરક્ષા ઃ અમે ગેટેડ ઍક્સેસ પૂરો પાડીએ છીએ. એ ઉપરાંત સુરક્ષા માટેનાં સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, કૉમન જગ્યા પ્રકાશિત રાખીએ છીએ, જેથી રહેવાસીઓને ડર રહે નહીં અને માનસિક શાંતિ મળે.

પ્રવાસની સુગમતા ઃ સરકારી પરિવહનનાં સાધનો કે હાઇવે સુધી સહેલાઈથી પહોંચી શકાય એવી સુવિધા ખરીદદારોને આકર્ષિત કરતી હોય છે. 
કસ્ટમાઇઝેશનનો વિકલ્પ ઃ ઘરના ફિનિશિંગ, લેઆઉટ તથા લિવિંગ સ્પેસને પોતાની અનુકૂળતા અને પસંદગી અનુસાર રાખવાની સુવિધા અમે પૂરી પાડીએ છીએ, જેને કારણે અનેક પ્રકારે લોકો આકર્ષાય છે.

રાજેશ હિંમતલાલ, એનએલ ગ્રુપ
પશ્ચિમનાં ઉપનગરોમાં સારામાં સારી કનેક્ટિવિટી, વિવિધ પ્રકારનાં ઘરની ઉપલબ્ધતા, સક્ષમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઝડપી શહેરીકરણ અને આનંદપૂર્ણ સામુદાયિક જીવન એ બધાં પરિબળો વસવાટ કરવા માટે આદર્શ ગણાય એવાં છે. પરિવહનનાં સાધનો નજીક મળી રહેવા ઉપરાંત ઊંચું સામાજિક અને કમર્શિયલ જીવનધોરણ અહીં ઉપલબ્ધ છે. જેઓ ગુણવત્તાપૂર્ણ જીવન જીવવા ઇચ્છે છે તેમને માટે આ ઉપનગરો પ્રથમ પસંદગી હોય છે. 
પશ્ચિમનાં ઉપનગરોનું ઊડીને આંખે વળગે એવું પાસું એટલે એની કનેક્ટિવિટી. હાલમાં અહીં મેટ્રોલાઇન પૂરી થઈ હોવાથી પ્રવાસ આસાન બન્યો છે. અંધેરીથી દહિસર જવામાં હવે ફક્ત ૩૦ મિનિટ લાગે છે. નવી મેટ્રોલાઇન પણ ટૂંક સમયમાં તૈયાર થઈ જશે અને કોસ્ટલ રોડ પણ ઝડપથી વિકસી રહ્યો છે, જેને કારણે પ્રવાસનો સમય ઘણો ઘટી જશે. આ સુવિધાઓ અભૂતપૂર્વ સુગમતા પૂરી પાડે છે અને એનાથી પશ્ચિમનાં પરાં રહેણાક વિસ્તાર તરીકે પસંદગી પામે છે.

બોરીવલીમાં અમારો નવો પ્રોજેક્ટ મોકાની જગ્યાએ છે, જે પશ્ચિમનાં ઉપનગરોમાં ઘર ખરીદનારાઓની આકાંક્ષાઓને પૂરી કરનારો છે. નૅશનલ પાર્કના રમણીય વાતાવરણની નજીકમાં તથા બોરીવલી મેટ્રો સ્ટેશન પાસે આવેલો આ પ્રોજેક્ટ પશ્ચિમ એક્સપ્રેસ હાઇવેને સમાંતર છે. અહીં રહેવાસીઓને અનન્ય કનેક્ટિવિટી અને સુગમતા મળે છે. રૂફટૉપ અને પોડિયમ લેવલ પરની ઍમેનિટીઝ ઉપરાંત રહેવાસીઓને મનોરંજન માટે પણ અનેક પ્રવૃત્તિઓ ઉપલબ્ધ છે. કુદરતની નજીક આધુનિકતાભર્યું જીવન જીવવા માટેનું આ આદર્શ સ્થળ છે. પશ્ચિમનાં પરાંની સરસમજાની આબોહવા અને શહેરી સુવિધાનું સુભગ મિશ્રણ અહીં જોવા મળે છે.

ચિંતન મણિયાર, હમ ડેવલપર્સ
પશ્ચિમનાં ઉપનગરો ઘર ખરીદનારાઓ માટે ઉત્તમ સ્થળ છે એવા અભિપ્રાય સાથે હું સહમત છું. કનેક્ટિવિટીનું પરિબળ ઘણું મોટું છે. એની સાથે-સાથે આધુનિક પરિવહનનાં સાધનો, રોડ, રેલવે અને મેટ્રોલાઇનની સુવિધા એ પણ મોટાં પરિબળો છે. પશ્ચિમનાં પરાંમાં સાંસ્કૃતિક વિવિધતા વચ્ચે રહેવાની મજા અનેરી હોય છે. રહેવાસીઓને અહીં પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓમાં ભણવા ઉપરાંત આરોગ્યની ઉચ્ચ કક્ષાની સેવાઓ પૂરી પાડતી હૉસ્પિટલોની સુવિધા ઉપલબ્ધ છે. એની સાથે-સાથે શા’પિંગ કૉમ્પ્લેક્સ અને મનોરંજન માટેની જગ્યાઓ પણ છે, જે ફક્ત વ્યક્તિઓને નહીં, સમગ્ર પરિવારને ગમે છે. 
પશ્ચિમનાં પરાંમાં ઘર વધુ વેચાય છે એની પાછળ અનેક વિશેષતાઓ કારણભૂત છે. એમાં સૌથી પહેલું પાસું એટલે ઉચ્ચ જીવનધોરણ. અદ્યતન સુવિધાઓ સાથે સાંસ્કૃતિક રીતે માતબર વાતાવરણ અહીં મળી રહે છે. એ ઉપરાંત હરિયાળી, ઉદ્યાનો અને લૅન્ડસ્કેપિંગ જેવી સુવિધાઓ પણ ભરપૂર છે. આ કારણસર અહીં સુંદરતાની વચ્ચે રહેવાનું ગમે છે અને આરોગ્ય પણ સચવાય છે.

પશ્ચિમનાં ઉપનગરોમાં ઘર ખરીદવા માટેની લોકોની આકાંક્ષાઓને હમ ડેવલપર્સ ઘણી સારી રીતે સમજે છે અને એથી જ અમે એ બધી આકાંક્ષાઓને સંતોષવા માટે પ્રયત્નશીલ રહીએ છીએ. અમે ઉત્તમ ગુણવત્તાનું બાંધકામ કરીએ છીએ તથા ડેવલપમેન્ટને લગતી દરેક ઝીણી બાબતનું ધ્યાન રાખીએ છીએ. આ રીતે ઉત્કૃષ્ટ કામગીરી બજાવીએ છીએ. સુંદરતા વધારનારા આર્કિટેક્ચરની સાથે-સાથે બાંધકામમાં સસ્ટેઇનેબલ વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે. લોકોને રહેવાનું ગમે એવું સારું-ઉચ્ચ ગુણવત્તાનું ઘર આપીને તેમને ધારણા કરતાં વધુ આપવાનો અમારો પ્રયાસ રહે છે. અમે ગ્રાહકલક્ષી કામકાજ કરીએ છીએ એ અમારી વિશેષતા છે. અમારા દરેક કાર્યમાં પારદર્શકતા, પ્રામાણિકતા અને વ્યક્તિગત સેવાનો સમન્વય થયેલો હોય છે. અમે ગ્રાહકોની જરૂરિયાતો અને પસંદગીઓને પ્રાથમિકતા આપતા હોવાથી અમે તેમની સાથે લાંબા ગાળાનો સંબંધ બાંધી શકીએ છીએ, જેના પાયામાં નિષ્ઠા અને પ્રામાણિકતા રહેલી છે. હમ ડેવલપર્સ સાથેના વ્યવહારમાં ગ્રાહકો પોતાની અપેક્ષાઓ-ઇચ્છાઓ સંતોષાવાનો વિશ્વાસ રાખી શકે છે.

જિગર વોરા, વોરા સ્કાયલાઇન
શાળાઓ, મૉલ, હાઈ સ્ટ્રીટ રીટેલ, રેસ્ટોરાં, આરોગ્ય સેવા, મનોરંજનની સુવિધાઓ વગેરે પરિબળોને લીધે મોટા પ્રમાણમાં લોકોએ પશ્ચિમનાં પરાં પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ વિસ્તારમાં ઉત્તમ કનેક્ટિવિટી મળે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ સતત પ્રગતિ કરી રહ્યું છે. આ જ કારણ છે કે લોકોને અહીં રહેવાનું ખૂબ ગમે છે. 
સામાજિક-સાંસ્કૃતિક જીવન અને ઉચ્ચ કક્ષાની કનેક્ટિવિટી એ બન્ને પરિબળોને લીધે પશ્ચિમનાં ઉપનગરો લોકોની પસંદગીમાં આગળ પડતાં છે. 
હાલમાં અમે કાંદિવલી-પશ્ચિમમાં ‘આઇકન’ નામે રહેણાક પ્રોજેક્ટ તૈયાર કરી રહ્યા છીએ. બે એકર જગ્યામાં ઉચ્ચ કક્ષાની ઍમેનિટીઝ ઉપરાંત અનેક મૉલ, પોઇસર જિમખાના, એમસીએ ક્રિકેટ ક્લબ, મહાવીરનગરનું હાઈ સ્ટ્રીટ રીટેલ એ બધી વસ્તુઓ અહીંથી નજીક છે. અમારો પ્રોજેક્ટ પશ્ચિમનાં પરાંના હાર્દ સમા વિસ્તારમાં છે. 
અમે મલાડ-પૂર્વમાં ‘ધ એજ’ નામનો કમર્શિયલ પ્રોજેક્ટ પણ તૈયાર કરી રહ્યા છીએ. પશ્ચિમ એક્સપ્રેસ હાઇવે પર ‘એ’ ગ્રેડનું આ કમર્શિયલ બિલ્ડિંગ હશે. સરસમજાની કનેક્ટિવિટીનો લાભ આ પ્રોજેક્ટને મળશે, જેનાથી ગ્રાહકો પોતાના ઘરે આસાનીથી પહોંચી શકશે. આ રીતે પશ્ચિમનાં પરાંમાં મળનારી ઉચ્ચ કક્ષાની કનેક્ટિવિટી એની ખાસિયત છે.

mumbai news mumbai property tax western suburbs