વેસ્ટર્ન-સેન્ટ્રલ રેલવેની ઑક્સિજન એક્સપ્રેસે પકડી એક્સપ્રેસ સ્પીડ

10 May, 2021 09:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગુજરાતના હાપાથી મુંબઈ નજીકના વસઈ રેલવે સ્ટેશને પહોંચેલી વેસ્ટર્ન રેલવેની ઓક્સિજન એક્સપ્રેસ

ઓક્સિજન એક્સપ્રેસ

કોરોનાના સંકટમાં અનેક રાજ્યમાં ઓક્સિજનની અછત ઊભી થઈ હોવાથી રેલવે દ્વારા એકથી બીજા સ્થળે ઓક્સિજનના ટેંકર પહોંચાડવા માટે ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરાઈ છે. ગઈ કાલે ગુજરાતના હાપાથી વેસ્ટર્ન રેલવે દ્વારા ૧૧ ટેંકર મેડિકલ ઓક્સિજન દિલ્હી સહિતના ત્રણ રાજ્યમાં પહોંચાડવામાં આવ્યા હતા. વેસ્ટર્ન રેલવે દ્વારા અત્યાર સુધી ગત બે અઠવાડિયામાં ૧૩ ઓક્સિજન એક્સપ્રેસ દ્વારા ૧૨૫૩.૨૫ ટન ઓક્સિજનનું વહન કરાયું છે. વેસ્ટર્ન રેલવે દ્વારા મહારાષ્ટ્ર, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં ઓક્સિજન પહોંચાડાયું છે.

આવી જ રીતે સેંટ્રલ રેલવે દ્વારા ગઈ કાલે ચોથી ઓક્સિજન એક્સપ્રેસ મહારાષ્ટ્રના નાગપુર પહોંચી હતી. અંગુલથી નાગપુર પહોંચેલી આ એક્સપ્રેસમાં ૪ ટેંકર હતા, જેમાં ૬૦ ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજન ભરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આવી રીતે ૨૯૦ મેટ્રિક ટન ઓક્સિજન સેંટ્રલ રેલવે દ્વારા જરૂરી સ્થળોએ પહોંચાડાયું છે.

mumbai mumbai news vasai