ચર્ચગેટ-વિરાર વચ્ચે ૧૪ જગ્યાએ સ્પીડનાં નિયંત્રણો હટી ગયાં, વેસ્ટર્ન રેલવેની લોકલોને નિયમિત બનાવવા

08 August, 2025 01:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકલ ટ્રેનોને સાવચેતી અને મેઇન્ટેનન્સનાં પગલાંરૂપે અમુક ચોક્કસ જગ્યા પર ધીમી ગતિએ ચલાવવાનું સૂચન હોય છે.

પ્રતીકાત્મક તસવીર

વેસ્ટર્ન રેલવેની ટ્રેનો સમયસર દોડે એ માટે ચર્ચગેટથી વિરારના પટ્ટા પર ૧૪ જગ્યાએથી સ્પીડ-રિસ્ટ્રિક્શન્સ દૂર કરવામાં આવ્યાં છે. લોકલ ટ્રેનોને સાવચેતી અને મેઇન્ટેનન્સનાં પગલાંરૂપે અમુક ચોક્કસ જગ્યા પર ધીમી ગતિએ ચલાવવાનું સૂચન હોય છે. ચર્ચગેટ-વિરારની વચ્ચે આવી કુલ ૫૦ જગ્યાઓ છે, જેમાંથી ૧૪ જગ્યા પરથી ગતિનાં નિયંત્રણો દૂર અથવા હળવાં કરવામાં આવ્યાં છે.

૨૪ એપ્રિલથી ૨૫ જુલાઈ સુધીમાં આ કામ કરવામાં આવ્યું હતું. ૧૪માંથી બે જગ્યા માટુંગા રોડ અને માહિમ વચ્ચે છે, બે જગ્યા માહિમ અને બાંદરા વચ્ચે છે. સાંતાક્રુઝ નજીક એક જગ્યાએથી અને અંધેરી યાર્ડમાં એક જગ્યાએથી સ્પીડ-રિસ્ટ્રિક્શન્સ દૂર કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત સાંતાક્રુઝ- બાંદરા,  બાંદરા-માહિમ અને માહિમ-માટુંગા સ્ટેશનો વચ્ચે સબર્બન ટ્રૅક અવૉઇડિંગ અપ લાઇન પર એક-એક જગ્યાએથી તેમ જ જોગેશ્વરી-ગોરેગામ તથા સાંતાક્રુઝ-બાંદરા વચ્ચે એક-એક  જગ્યા અને નાયગાંવ-નાલાસોપારા વચ્ચે ૩ જગ્યાએથી સ્પીડ-રિસ્ટ્રિક્શન્સ દૂર કરવામાં આવ્યાં છે.

૧૪ જગ્યાએથી સ્પીડ-રિસ્ટ્રિક્શન્સ દૂર થતાં ચર્ચગેટ-વિરાર વચ્ચેના ટ્રાવેલ-ટાઇમમાં બે મિનિટનો ફરક પડશે. દરેક ટ્રેનમાં બે મિનિટનો સમય બચતાં આખા દિવસની તમામ ટ્રેનોના સંચાલનમાં મોટો ફરક પડી રહ્યો છે એમ રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

western railway mumbai railways mumbai local train mumbai trains mumbai transport mumbai railway vikas corporation virar churchgate news mumbai mumbai news