Mumbai: વેસ્ટર્ન રેલવેમાં 14 કલાકનો બ્લૉક, જોગેશ્વરી-ગોરેગાંવ વચ્ચે થશે આ કામ

10 June, 2023 08:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પશ્ચિમ રેલવે પર જોગેશ્વરી અને ગોરેગાંવ વચ્ચે પુલ રિ-ગર્ડરિંગના કામને લઈને અપ અને ડાઉન બન્ને સ્લો લાઈનની સાથે-સાથે અપ અને ડાઉન હાર્બર લાઈન પર પણ 14 કલાકનું બ્લૉક કરવામાં આવશે.

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ રેલવે (Western Railway) પર જોગેશ્વરી(Jogeshwari) અને ગોરેગાંવ (Goregaon) વચ્ચે પુલ રિ-ગર્ડરિંગના કામને લઈને અપ અને ડાઉન બન્ને સ્લો લાઈનની સાથે-સાથે અપ અને ડાઉન હાર્બર લાઈન પર પણ 14 કલાકનું બ્લૉક કરવામાં આવશે. આ બ્લૉક 10/11 જૂન, 2023ના રાતે 12 વાગ્યાથી લઈને રવિવારે બપોરે બે વાગ્યા સુધી લેવામાં આવશે. આ બ્લૉકને કારણે પશ્ચિમ રેલવે પર ચાલનારી કેટલીક ઉપનગરીય ટ્રેન સેવાઓ અને કેટલાક મેલ/એક્સપ્રેસ ટ્રેનો પણ પ્રભાવિત થશે.

બ્લૉક દરમિયાન અપ અને ડાઉન લોકલ લાઈનની બધી ધીમી સેવાઓને અંધેરી(Andheri) અને ગોરેગાંવ(Goregaon) વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઈનો પર ચલાવવામાં આવશે. આ દરમિયાન ટ્રેનો પ્લેટફૉર્મની અનુપલબ્ધતા થકી રામ મંદિર સ્ટેશન પર નહીં થોભે. આ સિવાય ચર્ચગેટ-બોરીવલીની કેટલીક સ્લો લોકલ સેવાઓ પણ શૉર્ટ ટર્મિનેટ કરવામાં આવશે, રિટર્નમાં આ ટ્રેનો અંધેરીથી દોડશે.

બાન્દ્રા સુધી જ ચાલશે હાર્બર
બ્લૉક સમયમર્યાદા દરમિયાન મધ્ય રેલવેથી ચાલનારી હાર્બર લાઈનની બધી સેવાઓ માત્ર બાન્દ્રા(Bandra) સુધી રહેશે. સીએસએમટીથી 13.52 વાગ્યે નીકળતી ગોરેગાંવ (Goregaon) લોકલ અને પનવેલથી 10.37 વાગ્યે નીકળનારી પનવેલ-ગોરેગાંવ લોકલ રજ કરવામાં આવશે. આ રીતે જ, ગોરેગાંવથી 12.53 વાગ્યે નીકળતી ગોરેગાંવ-સીએસએમટી લોકલ અને ગોરેગાંવથી 12.14 વાગ્યે નીકળનારી ગોરેગાંવ-પનવેલ લોકલ રદ કરવામાં આવશે.

બ્લૉકમાં વ્યવસ્થા
- ચર્ચગેટથી 12.16 વાગ્યે અને 14.50 વાગ્યે નીકળનારી ચર્ચગેટ-બોરીવલી લોકલ વિરાર સુધી ચાલશે.
- બોરીવલીતી 13ય14 વાગ્યે અને 15.40 વાગ્યે નીકળનારી બોરીવલી-ચર્ચગેટ લોકલ રદ કરવામાં આવશે. આને બદલે 13.45 વાગ્યે અને 16.15 વાગ્યે વિરારથી ચર્ચગેટ જવા માટે બે વધારાની ફાસ્ટ ટ્રેન દોડાવવામાં આવશે.
- બ્લૉક દરમિયાન અપ તેમજ ડાઉન મેઈલ/એક્સ્પ્રેસ ટ્રેનો 10-15 મિનિટ મોડી દોડશે.

નોંધનીય છે કે સુરક્ષા અને પ્રદર્શન નિરીક્ષણને મક્કમતા આપવાની દિશામાં એક મોટું પગલું લેતા પશ્ચિમ રેલવેએ પોતાના લોકોમોટિવ પર ક્રૂ વૉઈસ અને વીડિયો રેકૉર્ડિંગ સિસ્ટમ (સીવીવીઆરએસ) સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. સીવીવીઆરએસથી લેસ 116 લોકોમોટિવની શરૂઆતી તૈનાતી સાથે, વધારાના 155 લોકોમોટિવ માટે સ્થાપના પ્રક્રિયા વર્તમાન સમયમાં ચાલી રહી છે. આ યોજનામાં પશ્ચિમ રેલવેના બધા 650 ઇલેક્ટ્રિક એન્જિનોને વારાફરતી કવરેજ સામેલ છે.

આ પણ વાંચો : Gujarat: એક્સપાયર્ડ દવાઓને ફરી લેબલિંગ કરી વેચતી હતી એજન્સી, દરોડામાં ખુલાસો

જણાવવાનું કે સીવીવીઆરએસની શરૂઆતનો ઉદ્દેશ સુરક્ષા ઉપાયોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ અને સંચાલન દરિમયાન લોકોમોટિવ પાયલટોની ગતિવિધિઓ પર ઝીણવટપૂર્વકનું નિરીક્ષણ રાખવાનો છે. પશ્ચિમ રેલવેના એક અધિકારીએ કહ્યું કે સીવીવીઆરએસની સ્થાપનાનો ઉદ્દેશ સુરક્ષિ માનકોને વધારવો અને સંચાલન દરમિયાન લોકોમોટિવ પાયલટની કામગીરી પર નિરીક્ષણ કરવાનો છે. આ ઉન્નત પ્રણાલીમાં અત્યાધુનિક વિશેષતાઓ પણ સામેલ છે જે વાસ્તવિક સમયના નિરીક્ષણની પરવાનગી આપે છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુર પ્રમાણે નિરીક્ષણ ક્ષમતાઓમાં સુધારા માટે સીવીવીઆરએસમાં અનેક ખાસ સેવાઓ સામે છે. પ્રત્યેક લોકોમોટિવ આઠ આઈપી-આધારિત હાઈ-રિઝૉલ્યૂશનવાળા ડિજિટલ કેમેરાથી સજ્જ છે.

goregaon jogeshwari western railway mumbai local train mumbai trains andheri bandra Mumbai Mumbai News