અંબાણી પરિવારમાં લગ્નનો જશ્ન શરૂ, ગુજરાતની ગાયીકાએ કર્યું પર્ફોમ

20 February, 2019 03:12 PM IST  |  મુંબઈ

અંબાણી પરિવારમાં લગ્નનો જશ્ન શરૂ, ગુજરાતની ગાયીકાએ કર્યું પર્ફોમ

આકાશ અંબાણીના લગ્નનો જલસો શરૂ

અંબાણી પરિવારમાં ફરી શરણાઇઓ ગુંજશે. મુકેશ અને નિતા અંબાણીનો દિકરો આકાશ અંબાણીના લગ્નની તૈયારીઓ પુરજોશમાં થઇ રહી છે. જેને પગલે આકાશ અંબાણી અને શ્લોકા મહેતાના લગ્ન પહેલા મ્યુઝીકલ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં જાણીતા ગુજરાતી ગરબાગાયક ફાલ્ગુની પાઠકે લાઈવ પર્ફોર્મન્સ કર્યું હતું. ફાલ્ગુનીના ગીતો પર અંબાણી અને મહેતા પરિવારે મનમૂકીને ડાન્સ કર્યું હતું. આ ખાસ અવસરે આકાશ અંબાણીની દાદી કોકિલાબેન અંબાણી પણ હાજર હતા. આ પાર્ટીમાં ટીના અંબાણી પણ મસ્તી કરતા દેખાયા.

આકાશ અંબાણીના લગ્નની સંગીત સંધ્યા

આકાશ અંબાણી મિત્રોને આપશે બેચલર્સ પાર્ટી

આકાશ અંબાણી શ્લોકા મહેતા સાથે લગ્નગ્રંથિથી જોડાવા જઈ રહ્યા છે. સૂત્રો અનુસાર બન્નેના લગ્ન 9 માર્ચના મુંબઈમાં થશે. આ લગ્નપ્રસંગ મુંબઈના જિયો વર્લ્ડ સેંટરમાં 3 દિવસ સુધી ચાલશે. આ પહેલા આકાશ અંબાણી પોતાના મિત્રોને સ્વિટ્ઝરલેન્ડમાં બેચલર્સ પાર્ટી આપશે.

આકાશ અને શ્લોકાની લવ સ્ટોરી

આકાશ અંબાણી દાદી કોકિલા અંબાણી સાથે

આકાશ અને શ્લોકાએ ગયા વર્ષે જૂનમાં સગાઈ કરી હતી અને આ પાર્ટીમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કેટલાય સિતારાઓ સામેલ થયા હતા. આ સગાઈ પહેલા પણ પાર્ટી રાખવામાં આવી હતી જેમાં આકાશે શ્લોકાને પ્રપોઝ કર્યું હતું. આકાશ અને શ્લોકા બન્ને પહેલેથી જ એકબીજાને જાણતા હતા. આકાશ અંબાણીએ પિતા મુકેશ અંબાણી, માતા નીતા અંબાણી અને દાદી કોકિલાબેન અંબાણીની હાજરીમાં શ્લોકાને ગોવામાં પ્રપોઝ કર્યું હતું. પ્રપોઝલના દિવસે શ્લોકાએ સિલ્વર કલરની ડ્રેસ પહેરી હતી જ્યારે આકાશે બ્લૂ સૂટ પહેર્યું હતું. સૂત્રો પ્રમાણે આકાશે શ્લોકાને સનસેટ સમયે પ્રપોઝ કર્યું હતું.

આકાશ અને શ્લોકા સ્કુલમાં સાથે ભણતા હતા

આકાશ અંબાણી ગીતો ગાતાં....

શ્લોકા મહેતા અને આકાશ અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં સાથે ભણ્યા હતા. બન્નેની મુલાકાત સૌપ્રથમ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં થઈ હતી. બન્ને વચ્ચે પહેલેથી જ સારી મૈત્રી હતી. વર્ષ 2009માં શ્લોકા મહેતાએ પોતાનું ભણતક પુરૂ કર્યું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આકાશ અંબાણી શ્લોકાને બાળપણથી પસંદ કરતા હતા. શ્લોકા મહેતાએ લંડન સ્કૂલ ઑફ ઈકૉનૉમિક્સ તેમજ પૉલિટિકલ સાયન્સ સાથે લૉમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી.

આ પણ વાંચો : અંબાણી પરિવારના લગ્નનું કાર્ડ, કંકોત્રી છે ખાસ

શ્લોકા બે કંપનીમાં મહત્વનું સ્થાન પણ ધરાવે છે

જણાવીએ કે અંબાણી પરિવારની ભાવિ પુત્રવધુ શ્લોકા મહેતા ડાયમંડ વેપારી રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે. સાથે જ તે 'શ્લોકા કનેક્ટ ફૉર સંસ્થા'ની સહસંસ્થાપક પણ છે. આ સિવાય 'રોઝી બ્લૂ ફાઉન્ડેશન'ની ડાયરેક્ટર છે.

mumbai anil ambani nita ambani mukesh ambani